43.6 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

રાજ્ય મંત્ર હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં સાંજે 4 કલાકે યાત્રાનો આરંભ કરાશે આજે નવલખીથી તિરંગા યાત્રા નીકળશે,વિદ્યાર્થી, સંસ્થાઓ સહિત 25 હજારથી વધુ લોકો જોડાશે

15 ઓગસ્ટ, સ્વતંત્રતા દિવસ નિમિત્તે નવલખી 12મીએ તિરંગા યાત્રા યોજાશે. હર ઘર તિરંગા અભિયાન હેઠળ પાલિકા દ્વારા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં તેમજ મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ અને મેયર પિન્કીબેન સોનીની ઉપસ્થિતિમાં સાંજે 4 કલાકે તિરંગા યાત્રા યોજાશે. યાત્રામાં ભાજપના કાર્યકરો સ્કૂલ, કોલેજ, સામાજિક સંસ્થા અને રહીશો સહિત 25 હજારથી વધુ લોકો જોડાવાની શક્યતા છે. ઉપરાંત હર ઘર તિરંગા અભિયાન હેઠળ 2 લાખ ધ્વજનું વિતરણ કરાશે. ભાજપના કાર્યકરોએ લાખ વિતરણ કર્યું છે. તિરંગા યાત્રામાં સાંસદ ડો.હેમાંગ જોષી, જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મહિડા અને છોટાઉદેપુરના સાંસદ જસુભા રાઠવા ઉપસ્થિત રહેશે. જ્યારે તમામ ધારાસભ્યો, મ્યુ.કમિશનર, કલેક્ટર અને પોલીસ કમિશનર પણ તિરંગા યાત્રાને લીલીઝંડી આપશે જેને લઈ વડોદરા શહેર નવલખી મેદાનમાં તળાવમાં તૈયારીઓ ને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે અને તિરંગા યાત્રા ના સમગ્ર રોડ પર તિરંગા ના ફ્લેગ લાઇટિંગ થી સુશોભિત કરી દેવામાં આવ્યું છે

Related posts

વડોદરા સમા સાવલી રોડ પર અકસ્માત સરજનારનું રીકન્સ્ટ્રક્શન

admin

વડોદરાના યાકુતપુરા મદન મહોલ્લા ખાતે મદની ફ્રેન્ડ સર્કલ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ આયોજન

admin

ગૌરી વ્રતના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે બજારોમાં તૈયાર જવારાનું વેચાણ શરૂ

admin

Leave a Comment