30.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
કવાંટછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના તુરખેડા ગામે મધ્યગુજરાત વીજકંપનીના વીજ રીડરો આઠ વર્ષ થી 200 જેટલા વીજ ગ્રાહકોને વીજબીલ આપવા માટે પહોંચ્યા જ નથી.

ગુજરાત મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની બોર્ડર ઉપર આવેલ છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના તુરખેડા ગામ ફરી એક વખત ચર્ચામાં આવ્યું છે. તુરખેડા ગામે મધ્યગુજરાત વીજકંપનીના વીજ રીડરો આઠ વર્ષથી 200 જેટલા વીજ ગ્રાહકોને વીજબીલ આપવા માટે પહોંચ્યા જ નથી. તુરખેડા ગામ માં 3000 જેટલા લોકોની વસ્તી છે. ડુંગરની તળેટી ઓમા સાત જેટલા ફળિયાઓ આવેલા છે. જયારે પાંચ જેટલા ફળીયામાં વીજળીની સુવિધા છે.
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં ચોમાસાની ખેતી થાય છે. તેની સિવાય બીજા પાકો થતા નથી. આવકનું બીજું કોઈ સાધન નથી. ત્યારે એક સાથે વીજબીલ ક્યાં થી ભરવું તે પ્રશ્નથી મુંઝાઈ રહ્યા છે. ગરીબ આદિવાસી સમાજ ના લોકો તૂરખેડા ગામે ડુંગર ની તળેટીઓ વચ્ચે રહે છે. ત્યારે તેઓ વીજ બિલ ભરવા માટે મધ્યગુજરાત વીજકંપની ના અધિકારીઓને વીજબીલ બનાવવા માટે અનેક વાર રજુઆત કરી છે. મધ્યગુજરાત વીજ કંપનીના ડેપ્યુટી ઈજેનરને સરપંચે પણ રજુઆત કરવા છતાંય વીજબીલ ના મળતા આ પરિવારો ચિંતિત બન્યા છે. આ પરિવારો હાલ તો ચિંતિત છે. કારણ કે આઠ વર્ષ થી મધ્યગુજરાત વીજ કંપની એ વીજબીલ આપ્યું નથી. અને એક સાથે વીજબીલ આવે તો નાણાં ક્યાં થી ભરવા માટે જુના વીજબીલ માફ કરીને નવેસર થી દરમાસે બિલ મળે તેવી વ્યવસ્થા મધ્યગુજરાત વીજ કંપની દ્વારા કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. મધ્ય ગુજરાત વીજકંપની ના અધિકારીઓ ની ગંભીર બેદરકારી બહાર આવી છે. આઠ આઠ વર્ષ થી વીજબીલ ગ્રાહકને ના મળે અને તેઓની રજુઆત પણ ના સાંભળવામાં આવતી નથી. અધિકારી રાજથી પ્રજા પરેશાન છે. તેનો આ વરવો નમૂનો છે. ત્યારે હાલ તો લોકો માંગ કરી રહ્યા છે, કે જે આઠ થી નવ વર્ષનું જે બિલ છે. તે માફ કરવામાં આવે અને ફરી રેગ્યુલર બીલ મળે તેવી લોકો માંગ કરી રહ્યા છે.

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

છોટાઉદેપુર જિલ્લાના 11 જેટલા નાના મોટા બ્રિજોની ચકાસણી કરતી માર્ગ અને મકાન વિભાગ આલેખન વર્તુળ ગાંધીનગરની ટીમ

admin

છોટાઉદેપુર જિલ્લાના 138 પાવી જેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાએ જિલ્લા કલેકટર જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પોલીસ અધિક્ષક સાથે શુભેચ્છા મુલાકાત કરી.

admin

ખાતમુહૂર્ત ધામધૂમથી થયા બાદ એક મહિનો વીતી ગયો હોવા છતાં પુલના કામ ન શરૂ થતાં લોકોમાં રોષ

admin

Leave a Comment