મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા જરૂરી વીજ રેષા નું કામ કરવાનું હોવાથી અલગ અલગ ફિડર પર આવતા વિસ્તાર નો પુરવઠો સવારે 7 થી 11 સુધી બંધ રહેશે. કામગીરી સમાપ્ત થયા બાદ જાણ કર્યા વગર વીજ પુરવઠો પૂર્વવત કરી દેવામાં આવશે . જેમાં તારીખ 14 નવેમ્બર ના રોજ કારેલીબાગ ફિડર , માંડવી , પાણીગેટ ફિડર , સયાજીબાગ ફિડર , જ્યારે તારીખ 16 નવેમ્બર ના રોજ ઇન્દ્રપુરી સબ ડિવિઝન , પાણીગેટ ફિડર, ટાવર સબડિવિઝન, તારીખ 17 ના રોજ સરદાર એસ્ટેટ ફિડર તેમજ તારીખ 19 ના રોજ ખોડિયાર નગર ( એરોડ્રામ ફિડર ) માં આવતા વિસ્તારોમાં સવારે 7 થી 11 વીજ પુરવઠો બંધ રહેશે. જેની શહેરીજનો એ નોંધ લેવી.

