Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના ગોરવા-સુભાનપુરાની ઓર્થોપેડિક હોસ્પિટલમાં વીજ પુરવઠો ખોરવાતા ઓપરેશન થિયેટરમાં નર્સ ઉપર બળાત્કાર ગુજારતો વિધર્મી કર્મચારી

ગોરવા-સુભાનપુરા વિસ્તારમાં આવેલી આધાર ઓર્થોપેડિક હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી યુવતી પર વિધર્મી સાથી કર્મચારી દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યુ હોવાનો મામલો સામે આવતાં પોલીસ તંત્ર દોડતુ થઈ ગયુ છે. ગોરવા પોલીસ મથકમાં આ અંગેની જાણ થતાં પિડીતાને મેડિકલ ચેકઅપ કરાવીને કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ગોરવા સુભાનપુરા રોડ પર ઝાંસીની રાણી સર્કલ પાસે આવેલી આધાર ઓર્થોપેડિક હોસ્પિટલમાં રિસેપ્શન પર એક નર્સ ફરજ પર હતી. તે સમયે ઓચીંતો વીજ પુરવઠો ખોરવાયો હતો. તે સમયે હોસ્પિટલમાં મેડીકલ ક્લેઈમ ક્લિયરન્સ વિભાગમાં ફરજ બજાવતો વિધર્મી સાથી કર્મચારી તેને પકડીને બીજા માળે ઓપરેશન થીયેટરમાં લઈ ગયો હતો. જ્યાં તેની સાથે શારીરીક છેડછાડ કરી હોવાનુંબહાર આવ્યુ હતુ. આ દરમિયાન તેની સાથે દુષ્કર્મ પણ આચરવામાં આવ્યુ હોવાનું બહાર આવતાં પિડીતાને લઇને તેના પરિવારજનો પોલીસ મથકે પહોચી | ગયા હતા. પોલીસે આ અંગેની તપાસના | ભાગરૂપે પિડીતાને તાત્કાલીક મેડિકલ| ચેકઅપ માટે મોકલી આપી હતી.। બીજી તરફ હોસ્પિટલમાં પહોંચીને| સીસીટીવી ફૂટેજ મેળવીને તપાસ શરૂ | કરી દીધી હતી. જો કે, ઓપરેશન| થીયેટરમાં સીસીટીવી નહીં હોવાનું| પિડીતાના પરિવારજનોએ જણાવ્યુ| હતુ. તેઓએ જણાવ્યુ હતુ કે, વીજ પુરવઠો બંધ થયો ત્યારે પેશન્ટને અન્ય રૂમમાં શીફ્ટ કરવાના બહાને પિડતાને તેના સાથી કર્મચારીએ ઉપરના માળે બોલાવી હતી. ત્યાર બાદ પિડીતાને ઓપરેશન થીયેટરમાં તે ખેંચી ગયો હતો. જ્યાં તેની પર દુષ્કર્મ આચર્યુ હતુ. હોસ્પિટલના ડોક્ટરનું વલણ પણ શંકાસ્પદ હોવાના તેઓએ આક્ષેપ કર્યા હતા.

Related posts

બિલ્ડરની ઓફિસમાંથી 6 લાખની રોકડ અને ડીવીઆર ચોરવાના ગુનામાં પાણીગેટ પોલીસે ઓફિસના બે કર્મચારીઓની રોકડા રૂા.5.50 લાખ સાથે ધરપકડ કરી

admin

વડોદરાના વારસિયા વિસ્તારમાં પાણીપુરીની વખારો પર પાલિકાનો સપાટો

admin

કોમી એકતાના પ્રતિક માઈ સાહબ દાદીમાં દરગાહ શરીફ ખાતે શાનદાર ઉસૅની ઉજવણી કરવામાં આવી

admin

Leave a Comment