શહેરમાં કાયદો અને વ્યવસ્થાનો જાણે કોઈ ને ડર ન રહ્યો હોય તેમ આયેદિન હુમલાના બનાવો માં વધારો જોવા મળી રહ્યો છે. વડોદારા શહેરમાં મકરપુરા વિસ્તારમાં સોમવારના રોજ જુના ઝગડાની અદાવત રાખી બે યુવકો વચ્ચે સામ સામે મારામારી થઇ હતી. આ મારામારીમાં તીક્ષ્ણ હથિયાર સાથે આવી પહોંચેલા યુવકે બીજા યુવક પર ધારદાર હુમલો કરતાં યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ઘટના ને લઈ ને વિસ્તારમાં લોકો ટોળું જોવા ઉમટી પડ્યું હતું. જ્યારે ઘટના ની જાણ પોલીસ ને કરતા મકરપુરા પોલીસે સ્થળ પર દોડી આવી ઇજાગ્રસ્ત ને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

