43.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઇ તાલુકાના વેગા પ્રાથમિક શાળાના પટાંગણમાં આઈ.સી.ડી.એસ મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા પોષણ ઉત્સવ 2024 અંતર્ગત પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઈ….

વાનગી સ્પર્ધા ની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી ત્યારબાદ વેગા પ્રાથમિક શાળાની બાળાઓએ પ્રાર્થના તેમજ રાષ્ટ્રગીત ગાઇ વાનગી સ્પર્ધા ને ડભોઇ તાલુકાના સી.ડી.પી.ઓ શ્રી શિલ્પાબેન પટેલ જિલ્લા પંચાયત ઉપ.પ્રમુખ શ્રી અશ્વિનભાઈ પટેલ. વેગા ડેરીના ચેરમેન શ્રી રામજીભાઈ રબારી. માજી સરપંચ સુરેશભાઈ ઠાકોર.જયેશભાઈ રબારી. તેમજ ઘટક (બે )ના સુપરવાઇઝર શ્રી હીટાબેન પટેલ. રાજેશ્વરી બેન. નીરૂબેન પરમાર. હંસાબેન પટેલ. વગેરે મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. આ વાનગી સ્પર્ધામાં સીમળીયા સે જાની 23 આંગણવાડી ના બહેનોએ એક આગણવાડી દીઠ છ વાનગી બનાવવામાં આવી આમ 138 વાનગી બનાવવામાં આવી જેમાં ટી. એચ. આર. માં બાળ શક્તિ. માતૃશક્તિ. અને પૂર્ણ શક્તિ. માંથી વાનગી બનાવવામાં આવી. અને (મિલેટ )માંથી જેમકે મકાઈ જુવાર બાજરી અને સરગવાના પાનનો પણ ઉપયોગ વધારે કરવામાં આવ્યો હતો આ વાનગી હરિફાઈમાં ટી.એચ.આર.માંથી એક થી ત્રણ નંબર અને મિલેટ માંથી એક થી ત્રણ નંબર ને પ્રોત્સાહન ઇનામ સી.ડી પી.ઓ શિલ્પાબેન પટેલ તેમજ જિલ્લા પંચાયત ઊપ.પ્રમુખશ્રીના વરદ હસ્તે આપવામાં આવ્યા હતા.

Related posts

બ્રહ્મ શક્તિ જાગૃતિ મંચ દ્વારા રક્તદાન શિબિર,રાખી સેલ તથા નાગરિક સહાયતા કેમ્પનું આયોજન

admin

વડોદરા મનપાની સ્થાયી સમિતિની બેઠકમાં વિવાદિત પ્રસ્તાવો મુલતવી

admin

વડોદરા શહેરના સેવાસી પાસે આવેલું ધ કન્ટેનર પાર્કમાં નોકરી કરતા વૃદ્ધનું મોત થતા પરિવારજનોએ હોબાળો મચાવ્યો

admin

Leave a Comment