40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોનસવાડી

નસવાડી તાલુકાના ગઢબોરીયાદ ગામે સામુહિક આરોગ્ય કેન્દ્રના નવા બિલ્ડિંગનું લોકાર્પણ

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકો ના ગઢબોરીયાદ ગામે સામુહિક આરોગ્ય કેન્દ્રના નવા બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે સ્થાનિક ધારાસભ્ય અને સાંસદ પણ હાજર રહ્યા હતા.

માહિતી મુજબ, અંદાજે 6 કરોડથી વધુના ખર્ચે બનેલું આ બિલ્ડિંગ છેલ્લા ત્રણ મહિનાથી તૈયાર હોવા છતાં ઉપયોગમાં આવતું નહોતું અને ધૂળ ખાતું પડ્યું હતું. જોકે હવે વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક આયોજન કરીને લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આ આરોગ્ય કેન્દ્ર 30 બેડની સુવિધા ધરાવે છે અને નસવાડી તાલુકાની સૌથી મોટી હોસ્પિટલ બિલ્ડિંગ તરીકે વિકસિત થયું છે. કાર્યક્રમ દરમિયાન સાંસદે જણાવ્યું હતું કે આ કેન્દ્રથી આસપાસના 80થી વધુ ગામોના લોકોને આરોગ્યસેવાઓનો સીધો લાભ મળશે.

વિશેષ કરીને આદિવાસી વિસ્તારોમાં વસતા ગરીબ દર્દીઓ માટે આ હોસ્પિટલ મહત્વપૂર્ણ સાબિત થશે અને તેમને નજીકમાં જ યોગ્ય સારવાર મળી રહેશે.

Related posts

ભીલપ્રદેશ મુક્તિ મોરચાના સંયોજક અને ધારાસભ્ય ચૈતર વસાવાએ છોટાઉદેપુરમાં આયોજિત આદિવાસી સમાજના સ્નેહમિલન કાર્યક્રમમાં હાજરી આપી.

admin

છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના કલારાની ખાતે આવેલ શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી સંલગ્ન એકલવ્ય ગ્રુપ ઓફ કોલેજીસ ખાતે ચોથો સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી

admin

છોટા ઉદેપુરના રજુવાટ ગામે ધારાસભ્ય ચૈતર વસાવાની ઉપસ્થિતિમાં સ્નેહ મિલન સમારોહ કાર્યક્રમ યોજાયો

admin

Leave a Comment