32.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરના કપુરાઈ વિસ્તારમાં ત્રણ દિવસથી બાઇક ચોરીના બનાવો સતત સામે આવી રહ્યા છે

વડોદરા શહેરના કપુરાઈ વિસ્તારમાં આવેલા શિવમ બંગ્લોઝ, વ્રજ વિહાર સોસાયટી, સમર્થ સોસાયટી તેમજ આસપાસની અન્ય સોસાયટીઓમાં છેલ્લા ત્રણ દિવસથી બાઇક ચોરીના બનાવો સતત સામે આવી રહ્યા છે. વારંવાર થઈ રહેલી ચોરીની ઘટનાઓને કારણે સ્થાનિક રહેવાસીઓમાં ભય અને ચિંતા ફેલાઈ છે.

આ બાઇક ચોરીના બનાવોના સીસીટીવી ફૂટેજ પણ સોસાયટીના કેમેરામાં કેદ થયા છે, જે હવે સામે આવ્યા છે. તેમ છતાં ચોરીની ઘટનાઓ રોકવામાં પોલીસ કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે.

સ્થાનિકોએ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ વધારવાની તેમજ ચોરીના બનાવોમાં સંડોવાયેલા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. હવે જોવાનું રહ્યું કે આવનારા દિવસોમાં પોલીસ દ્વારા કયા પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.

Related posts

ગુજરાતના શહેરી વિકાસમાં ઐતિહાસિક પ્રગતિ, વડોદરાને મળેલી 957 કરોડની ભેટ : વિકાસ અંગે મહત્વપૂર્ણ નિવેદન

admin

સ્વામી ધર્મ પ્રકાશજી મહારાજનો 117મો અને સ્વામી અશોકપ્રકાશજી મહારાજનો 70મો જન્મદિવસ ઉજવાશે

admin

વડોદરાના ફતેગંજમાં ફરી એકવાર જાહેરમાં ઢીસુમ ઢીસુમ

admin

Leave a Comment