વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ગોઠડા પંથકમાં વાહનચાલકો માટે સુવિધામાં વધારો થયો છે. વડોદરા–સાવલી રોડ પર ગોઠડા નજીક અતા ફિયુલ પરિવાર દ્વારા સ્થાપિત ભારતીય પેટ્રોલિયમ (Bharatiya Petroleum) ના નવા પેટ્રોલપંપનું સ્થાનિક ધારાસભ્ય કેતન ઇનામદારના હસ્તે રીબીન કાપી ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં માજી ધારાસભ્ય કેસરીસિંહ માતર, ખમીસા એસ. સિંધિ, સાવલી નગરપાલિકા પ્રમુખ હર્ષ પટેલ, પૂર્વ સરપંચ સૈયદ મોહમ્મદ અલી સહિત સાવલી–ડેસર તાલુકાના અનેક કાર્યકરો, હોદ્દેદારો, અગ્રણીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
રોજેરોજ વધતી વાહનોની સંખ્યા અને પેટ્રોલ–ડીઝલની વધતી માંગને ધ્યાનમાં રાખીને અતા ફિયુલ પરિવાર દ્વારા આ નવી સુવિધા શરૂ કરવામાં આવી છે, જેનાથી વિસ્તારના વાહનચાલકોને મોટી રાહત મળશે. ઉપસ્થિત મહેમાનોએ અતા ફિયુલ પરિવારને શુભેચ્છા પાઠવી હતી અને વિસ્તારના વિકાસ માટે આ પહેલને મહત્વપૂર્ણ ગણાવી હતી.

