32.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
વડોદરા જિલ્લોસાવલી

સાવલીના પ્રથમપુરા ગામની સીમમાં દીપડો મૃત હાલતમાં મળી આવ્યો

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પ્રથમપુરા ગામની સીમમાં આજે એક દીપડો મૃત હાલતમાં મળી આવતા વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. ખેતરની વાડ પાસે દીપડો મૃત પડેલો દેખાતા સ્થાનિક લોકોમાં કુતૂહલ ફેલાયું હતું.

પ્રથમપુરા ગામના સરપંચ દ્વારા તરત જ સાવલી ફોરેસ્ટ વિભાગને ઘટનાની જાણ કરવામાં આવી હતી. જાણ મળતાની સાથે જ ફોરેસ્ટ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.

મળતી માહિતી મુજબ અંદાજે પાંચ વર્ષનો દીપડો હોવાનું માનવામાં આવી રહ્યું છે. હાલ તેના મોતનું ચોક્કસ કારણ અકબંધ છે. ફોરેસ્ટ વિભાગે મૃત દીપડાનો કબજો મેળવી પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી છે, જેના આધારે મોતનું કારણ સ્પષ્ટ થશે.

ફોરેસ્ટ વિભાગ દ્વારા આસપાસના વિસ્તારમાં સાવચેતી રાખવા માટે લોકોને સૂચના આપવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Related posts

સ્ટેટ મોનિટરિંગ સેલની મોટી કાર્યવાહી : વડોદરામાંથી રૂ.10 લાખથી વધુનો દારૂ જપ્ત, 2 બુટલેગરો ઝડપાયા, 8 વોન્ટેડ

admin

ઈસ્ટ વેસ્ટ કલ્ચરલ એસોસિએશન દ્વારા દુર્ગા અષ્ટમીની ઉજવણી

admin

વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા સેવા 2025 અંતર્ગત એક પેડ માં કે નામ 2.0 વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન

admin

Leave a Comment