વડોદરાની વિશ્વ વિખ્યાત યુનિ.માં ભણતા વિદ્યાર્થીઓને શુધ્ધ અને સાત્વિક ભોજન મળતું નથી? ફરી એકવાર મેસમાં જીવાત વાળું ભોજન પીરસતા વિવાદ થયો હતો.એમ.એસ.યુનિ.ની બોયસ હોસ્ટેલની મેસમાં ભોજનમાંથી જીવાત મળી છે. છેલ્લા એક મહિનામાં આ બીજી ઘટના છે, જેનાથી તંત્રની બેદરકારી સ્પષ્ટ થઈ રહી છે. થોડા સમય પહેલાં જ ફૂડ પોઇઝનિંગના બનાવને કારણે વિધાર્થિનીઓને તકલીફ ભોગવવી પડી હતી, છતાં સુધારાની કોઈ કવાયત ન થઈ, હવે ફરીથી જીવાત મળતા નારાજ વિદ્યાર્થીઓએ મેસમાં હોબાળો મચાવ્યો હતો અને જવાબદારો વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી હતી. વારંવાર આવી ઘટનાઓ સામે આવતાં હોસ્ટેલના ભોજનની ગુણવત્તા પર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ચેડાં કરનાર તંત્ર અને સત્તાધીશો સામે તાત્કાલિક પગલાં લેવાની માગ ઉઠી રહી છે.

