Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ચોમાસામાં આકસ્મિક સંજોગોમાં બચાવ રાહતની કામગીરી માટે બોટ તથા સાધનોનું સુરસાગર તળાવમાં નિરીક્ષણ

ચોમાસામાં આકસ્મિક સંજોગોમાં બચાવ રાહતની કામગીરી માટે બોટ તથા સાધનોનું સુરસાગર તળાવમાં મ્યુનિસિપલ કમિશનરની આગેવાનીમાં નિરીક્ષણ કરવામાં આવ્યું

ગત વર્ષે વડોદરા શહેરમાં બે વાર આવેલ પુરે ભારે તારાજી સર્જી હતી.આ પૂર દરમિયાન પાલિકા તંત્રે ખરીદેલી બોટ કામમાં ન આવતા સમગ્ર મામલે પાલિકા તંત્ર પર માછલાં ધોવાયા હતા સાથે જ બોટની ખરીદી થી તેની જાળવણી પર ભ્રષ્ટાચાર ના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા ત્યારે આ વર્ષે કોઇપણ પ્રકારની વરસાદી પૂર અથવાતો તો વાવાઝોડા જેવી પરિસ્થિતિ દરમિયાન બચાવ અને રાહતની કામગીરી ની સમીક્ષા ના ભાગરૂપે આજરોજ વડોદરાના મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશ બાબુની આગેવાનીમાં ડેપ્યુટી મ્યુનિ.કમિશનર ગંગા સિંઘ અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા 24 બોટના પરીક્ષણના ભાગરૂપે શહેરના સુરસાગર તળાવમાં પ્રથમ તબક્કામાં 8 બોટનુ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું સાથે જ વૃક્ષો,ઝાડીઓ સહિતના કટિંગ માટેના સાધનોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ફાયરબ્રિગેડના જવાનો સાથે મ્યુનિસિપલ કમિશનર જાતે બોટ પરિક્ષણ કર્યું હતું અને ઇમરજન્સી ક્વિક રિસ્પોન્સ ટીમ તથા તેની તૈયારીઓ અંગે પણ વિસ્તૃત માહિતી આપી હતી

Related posts

11માં સમુહલગ્નોત્સવની તૈયારીના ભાગરૂપે કન્યાઓને પાનેતર વિતરણ કરાયું

admin

વડોદરાના જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી ખાતે એક્સ સર્વિસમેન માટે રોજગાર ભરતી મેળો યોજાયો

admin

ગણપતિ ડેકોરેશન કરવા માટે બજારોમાં અવનવી આર્ટિફિશિયલ ફૂલોનું ધૂમ વેચાણ

admin

Leave a Comment