34.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
September 21, 2024
વડોદરાવડોદરા જિલ્લો

અલકાપુરી જૈન સંઘમાં સિદ્ધચક્ર મહાપુજાનું ભવ્યાતિભવ્ય આયોજન જૈનાચાર્ય પુર્ણ ચંદ્ર સાગર સૂરીશ્વરજી મહારાજે નિશ્રા પ્રદાન કરી

જૈન અગ્રણી દિપક શાહે જણાવ્યું હતું કે જૈનો માં પર્યુષણ મહાપર્વની ઉજવણી બાદ ઉજવણી ના ભાગરૂપે વિવિધ પુજનો ભણાવી મહોત્સવ ની ઉજવણી કરવાની પરંપરા છે.
અલકાપુરી જૈન સંઘમાં ચાતુર્માસ બિરાજમાન આચાર્ય પૂર્ણ ચંદ્ર સાગર સૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં ત્રી દિવસીય પ્રભુ ભક્તિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે એમ સંઘના પ્રમુખ CA હિંમતભાઈ શાહે જણાવ્યું હતું. જેમાં ગુરુવારે 12 વ્રતની પૂજા શુક્રવારે અરિહંત અતિશાયી શ્રી સ્નાત્ર પૂજા તથા આજે શનિવારે સિદ્ધચક્ર મહાપૂજન નું આયોજન અલકાપુરી જૈન સંઘના ઉપાશ્રયમાં કરવામાં આવ્યું હતું.
દરમિયાનમાં સંઘનાથ ટ્રસ્ટી પ્રશાંતભાઈ શાહે જણાવ્યું હતું કે આ સમગ્ર ત્રિ દિવસીય મહોત્સવ સંઘમાં ખૂબ ધૂમધામથી ઉજવણી કરવામાં આવી છે અને આ મહોત્સવના લાભાર્થી પરિવાર રતિલાલ રમણલાલ ચંદુભાઈ ઝવેરી પરિવારે ખૂબ સુંદર લાભ લીધો હતો.
આજ ના ચક્ર મહા ભોજન સિદ્ધચક્ર મહાપૂજન માં જાણીતા વિધીકાર હિતેશભાઈ તથા જૈન સંગીતકાર જયેશ ચુડગર અને રિષભ દોશી ની જુગલબંધી એ સંગીતની રમઝટ બોલાવી ભાવિકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
આજના કાર્યક્રમમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહ, ટ્રસ્ટી જયેન્દ્રભાઈ શાહ, અજીતભાઈ ઝવેરી દિલીપભાઈ ઝવેરીએ એલર્ટ ગ્રુપના જક્સેસ ઝવેરી મનીષ શાહ, સ્થાનકવાસી જૈન સંઘના અગ્રણી મનોજભાઈ ફોફરીયા, મહાવીર જૈન વિદ્યાલયના ટ્રસ્ટી પ્રતાપભાઈ શાહ સહિત અનેક જૈન અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ સ્વામી વાત્સલ્ય યોજાયું હતું એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું

Related posts

મહારાષ્ટ્ર મંડળ માંજલપુરની વર્ષોની પરંપરા અનુસાર એક પારદર્શક વહીવટના ભાગ રૂપે ૩૨ મી વાર્ષિક સાધારણ સભા નું આયોજન

admin

કુત્રિમ તળાવ બનાવી આપવાની માંગણીને લઈ આવેદનપત્ર

admin

રાવપુરા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લનો સુંદર અભિગમ..

admin

Leave a Comment