Genius Daily News
છોટાઉદેપુર જિલ્લો

ગેરકાયદેસર રેતી ખનન મામલે જેતપુર પાવીના ધારાસભ્ય જયંતિ રાઠવા મેદાનમાં

ગેરકાયદેસર રેતી ખનન મામલે ધારાસભ્ય મેદાનમાં,

પાવી જેતપુરના ધારાસભ્ય જયંતિ રાઠવા પહોંચ્યા નદીના પટમાં,

બેફામ રેતી ખનન ને લઈ પંથકના પુલિયાનું ધોવાણ થયાની રજુઆત મળતા નિરીક્ષણ કરવા નીકળ્યા હતા MLA,

બોડેલી તાલુકાના ખડકલા- મોટા વાંટાને જોડતા રોડ ઉપરના પુલ નજીક નિયમ વિરુદ્ધ લિઝની હદ બહાર બેફામ રેતી ખનન કરાતું હોવાનું સામે આવ્યું,

ભૂસ્તર વિભાગના અધિકારીઓને ધારાસભ્યએ સ્થળ ઉપર રૂબરૂ બોલાવ્યા,

ગેરકાયદેસર ખનનની માપણી કરી રેતી માફિયાઓ સામે કાયદેસર કાર્યવાહી કરવા MLA એ કરી રજુઆત,

યોગ્ય અને કડક કાર્યવાહી નહીં કરાય તો ઉગ્ર આંદોલન અને ઉપવાસ આંદોલનની પણ ધારાસભ્ય જયંતિ રાઠવાએ ઉચ્ચારી ચીમકી,

છોટાઉદેપુર જિલ્લામાં જ્યાં જુઓ ત્યાં બેફામ ગેરકાયદેસર થઈ રહ્યું છે રેતી ખનન,

બેફામ ગેરકાયદેસર રેતી ખનન ને લઈનેજ સિંહોદ નો આખો પુલ થયો છે ધરાશાયી છતાં તંત્રના સબ સલામત ના દાવા,

સરકાર અને તંત્ર દ્વારા કડક કાર્યવાહી નહીં કરાય તો આગામી સમયમાં એકપણ પુલ નહીં ટકે.

Related posts

કવાંટ તાલુકાના બૈડીયા, રૂમડીયા અને કરજવાંટ હાઇસ્કૂલ ખાતે ટીબી જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા

admin

જેતપુર પાવી પોલીસની દારૂ હેરાફેરી સામે મોટી કાર્યવાહી, રૂ. 1.71 લાખનો મુદ્દામાલ જપ્ત

admin

છોટાઉદેપુર શહેરની મધ્યમાં આવેલા કુસુમ સાગર તળાવનું સૌંદર્યીકરણ અને વિકાસના કામોનું લોકાર્પણ

admin

Leave a Comment