Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

માંજલપુર વિસ્તારમાં શ્રી કાળ ભૈરવ જયંતીની ભવ્ય ઉજવણી

કાલભૈરવ જયંતી છે રુદ્રના પાંચમાં અવતાર એટલે કાળ ભૈરવ છે. આજના દિવસે ખાસ કરીને કાળ ભૈરવની ઉપાસના જીવનના રક્ષણ માટે પરિવારના રક્ષણ માટે અને અનિષ્ટતા ઉપદ્રવના નિવારણ માટે કરવામાં આવે છે.

કાળ ભૈરવની ઉપાસના માટે ભક્તો આજના દિવસે ખાસ કરીને કાળા વસ્ત્રો પહેરી અને કાળ ભૈરવની ઉપાસના કરતા હોય છે સામાન્ય ભક્તો આજના દિવસે કાળા અડદ, સુખડી અને સરસવનું તેલ કાલભૈરવને અર્પણ કરતા હોય છે. વિશેષ કરી આજના દિવસે ૐ કાલભૈરવાય નમઃ બમ બટુકાય નમઃ ના જાપ કરવામાં આવે છે કાળ ભૈરવનું મુખ્ય સ્થાન કાશીમાં છે. સાથે ઉજ્જૈનમાં પણ એક વિશેષ સ્થાન કાળ ભૈરવનું છે વિશેષ કરી સ્મશાનની આસપાસ પણ તેમનો વાસ હોય છે. વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલું વર્ષો જૂનું પોરાણીક કાળ ભૈરવ મંદિરે કાળ ભૈરવની ઉપાસના પૂજન અર્ચન કરી કાલભૈરવ જયંતિની ઉજવણી કરવામાં આવી સાથે બપોરે મંદિર પર ધ્વજા રોહન કરવામાં આવશે સાથે સંધ્યા સમયે ભજન કીર્તન અને મહાપ્રસાદીનો આયોજન કરવામાં આવ્યું છે

Related posts

સયાજી હોસ્પિટલમાં પોલીસની હાજરીમાં જ બનાવ બન્યો, કારેલીબાગ પોલીસ સ્ટેશન પર પરિવારજનોનો હોબાળો

admin

વડોદરાના વાઘોડિયા રોડ અંબિકા એપાર્ટમેન્ટમાં ભાગ તૂટ્યો : રહેવાસીઓમાં વ્યથા, સરકારે સહાયની માંગ

admin

વડોદરા શહેરમાં રોડ ઉપર ભુવા પડવાનો સિલસિલો યથાવત

admin

Leave a Comment