બરોડા સિટીઝન કાઉન્સિલ દ્વારા જરૂરિયાતમંદ મહિલાઓ માટે લાઇવલી હુડ પ્રોજેક્ટ છેલ્લા ૫ વર્ષ થી વડોદરા સિટી અને ગ્રામ્ય વિસ્તાર માં મફત સીવણ ક્લાસ કાર્યરત છે. સંસ્થા દ્વારા અત્યાર સુધી ૧૫૦૦ થી વધુ બહેનો ને તાલીમ આપી પોતાની જિંદગી માં કમાવાનો સ્ત્રોત ઊભો કર્યો છે.
જેમાં પાદરા તાલુકાના કરખડી ગામે નિયોજન કેમિકલ કંપની લિ. ના સહયોગથી મફત સીવન ક્લાસ નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં ૭૫ થી વધુ બહેનો ને તાલીમ આપી રોજગારલક્ષી સક્ષમ બનાવવામાં આવશે. કાર્યક્રમમાં નિયોજન કંપનીના બીના ગાંધી મેડમ- પૂર્વ જોઈન્ટ- MD, કિરીટ સર- વાઈસ પ્રેસિડેન્ટ-HR તથા બરોડા સિટીઝન કાઉન્સિલ ના ડાયરેક્ટર મમતા સંજય સિંઘ હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં ગામના આગેવાનો, મહિલાઓ દ્વારા આ મફત સિવણ ક્લાસ શરૂ કરીને જરૂરિયાત મંદ મહિલાઓ રોજગારીના સ્ત્રોતો ઊભા થશે, આવેલ મહિમાનો દ્વારા મહિલાઓને મોટીવેશનને લઈને કેટલી વાતો પણ કરી હતી તેમજ તેઓ પોતે ખૂબ આગળ વધે તે માટે પ્રોત્સાહનલક્ષી ચર્ચાઓ કરવામાં આવી હતી. તેમજ ગામમાં તમામ તાલીમાર્થી બહેનો સખી મંડળના જૂથો બનાવીને પોતે સક્ષમ બને તે પ્રમાણે સંસ્થા દ્વારા આગામી દિવસોમાં પ્રયાસો કરવામાં આવશે. વગેરે મહિલાઓને જણાવ્યું હતું ગામની તમામ મહિલાઓ ખૂબ જ પ્રોત્સાહિત થયા હતા, તેઓ પોતે પગભર થવા માટે ના સંકલ્પ સાથે જોડાવા માટે તૈયારી બતાવી હતી.
previous post

