Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય તરીકે બિનહરીફ ચૂંટાયા જીગ્નેશ સોની

લોકસભાની સામાન્ય ચૂંટણી પોતાનું નામ જાહેર થતા ની સાથે જ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ના ઉપાધ્યક્ષ પદની જગ્યા ખાલી પડી હતી જેને લઇને વડોદરા મહાનગરપાલિકા દ્વારા સભ્યપદના ફોર્મના વિતરણ કરવામાં આવ્યા હતા ત્યારે, વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યો માટે અનેકો નામોની વિચારણા કરવામાં આવી હતી આખરે સંઘ સર્વપરી તેનો ફરીથી એક વખત પરચો જોવા મળ્યો હતો જેમાં જીગ્નેશ સોનીના નામ ઉપર મોહર મારવામાં આવી હતી.

ત્યારે આજરોજ વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ફોર્મ ચકાસણી વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિ દ્વારા એકમાત્ર નામાંકન પત્રનો ફોર્મ ચકાસવામાં આવ્યો હતો જે જીગ્નેશ સોનીના નામનું હતું ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દ્વારા આધારભૂત દસ્તાવેજોની ચકાસણી બાદ તેમનો ફોર્મ સ્વીકાર કરવામાં આવ્યો હતો. ગેઝેટમાં નામ આવ્યા બાદ તેઓ કાયદેસર રીતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય તરીકે ગણવામાં આવશે હાલ બિનહરીફ ચૂંટાયા તે બદલ તેમના સમર્થકો દ્વારા તેમનું અભિવાદન કરવામાં આવ્યું પુષ્પહાર પહેરાવી તેમજ મોઢું મીઠું કરાવી તેમનો સત્કાર કરવામાં આવ્યો હતો.

Related posts

ઇન્વેસ્ટીગેશન કીટ તથા ટેમ્પર્ડ એવિડન્સ બેગના ઉપયોગ સંદર્ભમાં ટ્રેનિંગ તથા પત્રકાર પરિષદનું આયોજન

admin

સારું વળતર મળે તેવી માંગણી આસોજ ખેડૂતોની માંગણી

admin

ડભોઈ તાલુકાના તરસાણા ગામે ગેબનશા પીર દરગાહ ના ઉર્સ પ્રસંગે શ્રદ્ધાળુંઓએ હાજરી આપી

admin

Leave a Comment