અત્યારના સમયમાં વિવિધ પ્રકારની બિમારીઓ,તકલીફો લોકોને થતી હોય છે જેમાં એલોપેથીક ઉપચાર થકી તાત્કાલિક રાહત તો મળી જાય છે પરંતુ તેનો કાયમી નિકાલ થવો મુશ્કેલ હોય છે. ઘણીવાર કેટલાક દર્દીઓને મોંઘી દવાઓ ખર્ચવા છતાં અન્ય દવાઓથી જે તે દર્દમાં, તકલીફ કે બિમારીઓમાં રાહત તો થાય છે પરંતુ બીજી આડ અસરો પણ જોવા મળતી હોય છે ત્યારે હવે શહેરના સમતા સુભાનપુરા રોડ પર પ્રતિભા કોમ્પલેક્ષ માં ‘કાચલ વેલનેસ’ નામની દુકાનમાંથી સંપૂર્ણ આયુર્વેદ આધારિત પ્રોડક્ટ્સ અન્ય દવાઓ કરતાં ઓછા રૂપિયામાં મળી જશે અને તે પણ અસરકારક પરિણામો સાથે. આજે આ ગુજરાતની આઠમી આઉટલેટનો શુભારંભ થયો છે. ગુજરાત ઉપરાંત રાજસ્થાનમાં 26 ફેન્ચાઇઝી સહિત દેશના વિવિધ રાજ્યોમાં હવે ડિમાન્ડ વધતાં ત્યાં પણ ફ્રેન્ચાઇઝી શરુ કરવામાં આવી છે. અહીં સંપૂર્ણ આયુર્વેદિક અને મંત્રો સાથે સિદ્ધ કરેલી પ્રાચીન પદ્ધતિ અનુસાર દવાઓ મળી જશે. કાચલ વેલનેસ ની આ આયુર્વેદ દવાઓમાં 800 જેટલી પ્રોડક્ટ્સ છે જેમાં 300 જેટલી પેટર્ન કરાવેલી છે 1974 થી આ દવાઓ માન્ય છે આજે 50 વર્ષથી વધુ સમયથી ભરોસાપાત્ર નામ સાથે હવે વડોદરામાં પણ ઉપલબ્ધ થશે. આ અંગે કાચલ વેલનેસ ના સીઇઓ સંજય જૈન દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

