33.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

રામનવમી અને રમઝાન ઇદને ધ્યાનમાં રાખીને રાવપુરા તેમજ નવાપુરા વિસ્તારના શાતિ સમિતીના સભ્યો સાથે ડીસીપી ઝોન-2 દ્વારા બેઠક યોજવામાં આવી

આગામી તા. 06 એપ્રિલના રોજ રામનવમી અને રમઝાન ઈદ્દના તહેવાર ને લઇને શહેરમાં શાંતિ અને સોહાદપૂર્ણ માહોલ જળવાઈ રહે તે માટેની વડોદરા શહેર પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમાર તથા સંયુકત પોલીસ કમિશ્નર લીના પાટીલ તરફથી કાયદો અને વ્યવસ્થા જાળવવા સુચના આપેલી હોય તે આયોજનના ભાગરૂપે આજરોજ “ઝોન-2 ડી.સી.પી. અભય સોની ની અધ્યક્ષતામાં શહેરના નવાપુરા તથા રાવપુરા વિસ્તારના આગેવાનો સાથે “શાંતિ સમિતિ મીટિંગ”નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ આગેવાનો હાજર રહ્યા હતાં અને આવનાર તહેવાર ખૂબ શાંતિથી પૂર્ણ થાય તે બાબતે ઝોન-2 અભય સોની દ્વારા સૂચના આપવામાં આવી હતી જેમાં આગેવાનોએ પણ શાંતિથી તહેવાર પૂર્ણ થાય તે બાબતે સહકાર આપવા ખાત્રી આપી હતી આશરે 50 જેટલા આગેવાનો હાજર રહ્યા હતા આ પ્રસંગે ડીસીપી ઝોન -2 અભય સોનીએ લોકોને અપીલ કરી હતી કે, કોઇપણ પ્રકારના ફેક મેસેજથી બચવું અને પોલીસનું ધ્યાન દોરવું.ફેક મેસેજ ના પોતે કરવા ના ફેલાવવા તથા આ બાબતે દરેક સંગઠનો તથા તેમના આગેવાનો પણ ખાસ ધ્યાન આપે તેમ જણાવાયું હતું.

Related posts

ગાંધી જયંતી નિમિત્તે ગુજરાતની ખાદી પર 30 ટકા અને પરપ્રાંતીય ખાદી પર 20 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ

admin

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટી ખાતે વન નેશન વન ઇલેક્શન સંદર્ભે સહી ઝુંબેશ યોજવામાં આવી

admin

વડોદરા શહેરમાં રોડ સેફટી ડીલીનેટર બન્યા મુશ્કેલીનું કારણ સોમા તળાવ ચાર રસ્તા પર અવ્યવસ્થા

admin

Leave a Comment