27.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઈ તાલુકાના માર્ગો પર કેસુડાની કેસરી ચાદર હોળી-ધૂળેટીના પર્વ પૂર્વે પ્રકૃતિ ખીલી ઉઠી

ડભોઈ હોળી અને ધૂળેટીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે પ્રકૃતિએ પણ પોતાનો રંગ બદલ્યો છે. ડભોઈ તાલુકાના માર્ગો પર કેસુડાના વૃક્ષો પર કેસરીયા ફૂલોની લુમેલુમ જોવા મળતા વાતાવરણમાં ઉત્સાહ વ્યાપી ગયો છે. એક સમયે માત્ર આદિવાસી વિસ્તારો પૂરતા મર્યાદિત રહેલા આ વૃક્ષો હવે હાઈવેની શોભા વધારી રહ્યા છે પ્રકૃતિનો સંકેત હોળી આવી રે ​વસંત ઋતુના આગમન સાથે જ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે. ડભોઈ તાલુકાના હાઈવે રોડ પર વન વિભાગ દ્વારા રોપવામાં આવેલા વૃક્ષો પર અત્યારે કેસરી રંગના કેસુડાના ફૂલો લચી પડ્યા છે. માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો માટે આ દ્રશ્ય નયનરમ્ય બની રહ્યું છે. કેસુડાના ફૂલો જોઈને એવું લાગે છે જાણે કુદરત પોતે હોળી અને ધૂળેટીના આગમનનો સંકેત આપી રહી હોય.

​પરંપરાગત રંગોનું મહત્વ વર્ષો પૂર્વે, ખાસ કરીને આદિવાસી સમાજમાં કેસુડાના ફૂલોનું વિશેષ મહત્વ હતું. લોકો આ ફૂલોને પાણીમાં પલાળીને કુદરતી રંગ તૈયાર કરતા હતા.
​આરોગ્યપ્રદ: કેસુડાનો રંગ ચામડી માટે ગુણકારી માનવામાં આવે છે અને તેનાથી કોઈ આડઅસર થતી નથી શુદ્ધતા: કેમિકલયુક્ત રંગોની સરખામણીએ આ રંગો તદ્દન કુદરતી અને ઠંડક આપનારા હોય છે.
​”આજના આધુનિક અને ઇલેક્ટ્રોનિક યુગમાં ભલે કેમિકલયુક્ત રંગોનું ચલણ વધ્યું હોય, પરંતુ કેસુડાના ફૂલોની કુદરતી મહેક અને તેનો કેસરીયો રંગ આજે પણ વડીલોને જૂની યાદો તાજી કરાવી દે છેહાઈવે બન્યો આકર્ષણનું કેન્દ્ર ડભોઈથી પસાર થતા સ્ટેટ અને નેશનલ હાઈવેની બંને બાજુએ વન વિભાગ દ્વારા કરવામાં આવેલા વૃક્ષારોપણમાં કેસુડાના વૃક્ષો સંખ્યાબંધ છે. હાલમાં આ વૃક્ષો પર ફૂલોનો એવો મબલખ પાક ઉતરી આવ્યો છે કે દૂરથી જોતા એવું લાગે જાણે હાઈવે પર કેસરી ચાદર બિછાવી હોય. રસ્તા પરથી પસાર થતા પ્રવાસીઓ અને વાહનચાલકો આ અદભૂત નઝારો જોઈને મંત્રમુગ્ધ થઈ રહ્યા છે.

Related posts

વડોદરા શહેર ચિલ્ડ્રન હોસ્પિટલ પાસે આવેલ વિશ્વમંદિરના કાંઠે વધુ મુર્ત હાલતમાં મળી આવ્યો

admin

કનૅલ સોફીયા કુરેશી ઉપર અભદ્ર ટિપ્પણી કરનાર ભાજપના મઘ્યપ્રદેશના મંત્રી વિજય શાહ સામે યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન

admin

પ્રાણીઓની થતી ક્રુરતા સામે PMC દ્વારા શાકાહાર રેલી યોજાઈ

admin

Leave a Comment