31.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર જિલ્લામાં LCBનો દરોડો, બગલીયા ગામે 12.15 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

છોટાઉદેપુર જિલ્લામાં દારૂબંધીના કાયદાના કડક અમલ માટે પોલીસ દ્વારા સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ દરમિયાન છોટાઉદેપુર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ને મોટી સફળતા મળી છે.

મળતી માહિતી મુજબ નસવાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન LCB ને બાતમી મળી હતી કે બગલીયા ગામના સીમોડા ફળિયામાં રહેતો એક શખ્સ પોતાના મકાન અને દુકાનમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો જથ્થો સંગ્રહ કરી રહ્યો છે.

બાતમીના આધારે પોલીસ ટીમે તાત્કાલિક દરોડો પાડી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન સ્થળ પરથી કુલ ૬૦૬૪ નંગ વિદેશી દારૂની બોટલો અને ટીન બિયરનો જથ્થો મળી આવ્યો હતો, જેની કુલ અંદાજિત કિંમત રૂપિયા 12,15,557 હોવાનું જણાયું છે.

પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ નસવાડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. હાલ આરોપીને ઝડપવા માટે પોલીસ તજવીજ કરી રહી છે.

જિલ્લામાં પ્રોહિબિશન કાયદાના અમલ માટે પોલીસ તંત્ર દ્વારા આવી કાર્યવાહી આગામી સમયમાં પણ ચાલુ રહેશે તેવી માહિતી પ્રાપ્ત થઈ છે.

Related posts

‘આપ’ ધારાસભ્ય ચૈતર વસાવાએ ભીલ પ્રદેશની માંગને બુલંદ બનાવી.

admin

છોટાઉદેપુર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં બીજેપી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી

admin

કવાંટના પીપલદા ગામે લૂંટ સાથે ડબલ મર્ડરનો ભેદ ઉકેલાયો

admin

Leave a Comment