43.6 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર સહિત રાજ્યની પાસપોર્ટ કચેરીઓને બોમ્બથી ઉડાવવાની ધમકી, તંત્ર સતર્ક

છોટાઉદેપુર સહિત રાજ્યના ભાવનગર અને સુરત જેવા શહેરોની પાસપોર્ટ કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સુરક્ષા તંત્ર એલર્ટ બની ગયું છે. મળતી માહિતી મુજબ કેટલીક પાસપોર્ટ કચેરીઓને આર.ડી.એક્સ. દ્વારા ઉડાવી દેવાની ધમકી અંગેની જાણ Regional Passport Office Ahmedabad તરફથી આપવામાં આવી હતી.

જો કે છોટાઉદેપુર સ્થિત પાસપોર્ટ કચેરીને સીધો કોઈ ધમકીભર્યો ઈ-મેલ મળ્યો ન હતો, છતાં સાવચેતીના ભાગરૂપે તાત્કાલિક કચેરી બંધ કરવામાં આવી હતી અને સમગ્ર બિલ્ડિંગ ખાલી કરાવવામાં આવ્યું હતું. હાજર અરજદારો અને સ્ટાફને સુરક્ષિત સ્થળે ખસેડી દેવામાં આવ્યા હતા.

ઘટનાની જાણ થતાં જ છોટાઉદેપુર જિલ્લા પોલીસ, એસપી કચેરીનો સ્ટાફ, ફાયર બ્રિગેડ તેમજ 108 ઇમરજન્સી સેવા ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને સમગ્ર વિસ્તારને સુરક્ષિત કોર્ડન કરવામાં આવ્યો હતો.

પોલીસ દ્વારા કચેરી અને આસપાસના વિસ્તારની સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન કોઈપણ શંકાસ્પદ કે વિસ્ફોટક વસ્તુ મળી આવી નહોતી, જેના પગલે તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

સુરક્ષા એજન્સીઓ દ્વારા હાલ મામલાની વધુ તપાસ ચાલુ રાખવામાં આવી છે અને આવી ધમકીઓને ગંભીરતાથી લઈ રાજ્યભરની સંવેદનશીલ સરકારી કચેરીઓમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી રહી છે.

Related posts

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના જબુગામ ગામે જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવાનો સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો.

admin

છોટાઉદેપુર તાલુકા સમસ્ત આદિવાસી સમાજની ચિંતન શિબિર છોટાઉદેપુર નગરમાં આવેલ તાલુકા શાળા નંબર એક ખાતે યોજાઈ

admin

છોટા ઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાના કલારાણી નજીક કોતરનું પાણી રોડ પર વહેતા બન્ને તરફ વાહનોની લાંબી લાઇનો લાગી

admin

Leave a Comment