30.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરના વડસર ગામે ગોચરમાં ચાલી રહેલી દેશી દારૂની ભઠ્ઠીઓ પર એલસીબી જોન 3 ની ટીમે ત્રાટકી

વડોદરા શહેરના માંજલપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા વડસર ગામે ગોચરમાં ચાલી રહેલી દેશી દારૂની ભઠ્ઠીઓ પર એલસીબી જોન 3 ની ટીમે ત્રાટકી ત્રણ મહિલા બુટલેગરને ઝડપી પાડી હતી.

માંજલપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા વડસર ગામ ખાતે વિશ્વામિત્રીની કોતરોમાં દેશી દારૂની ભઠ્ઠીઓ બિન્દાસ રીતે ધમધમી રહી છે જે ચોક્કસ માહિતીને આધારે ડીસીપીની સૂચના મળતા જોન ત્રણ એલસીબીની ટીમ દ્વારા સ્પેશિયલ રેડ કરવામાં આવી હતી. જેમાં માંજલપુર માંડી મોલના વડસર ગામે કરેલી રેડ દરમિયાન સંગીતા માળીને ઝડપી પાડી હતી, તેવી જ રીતે શારદા માળી અને રાધા માળી ઝડપી પાડી દારૂની ભઠ્ઠીઓનો નાશ કરવામાં આવ્યો હતો.ત્રણ જગ્યા પરથી દેશી દારૂ તથા દારૂ બનાવવાનો વોશ સહિત 35,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

Related posts

સ્વામિનારાયણ મંદિર વાડી વડોદરા દ્વારા વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ ઉપક્રમે 2000 તુલસીના છોડનું વિતરણ

admin

સામાન્ય સભા સ્વ.અંશુમન ગાયકવાડ ના માન માં મુલતવી

admin

નશામાં ધૂત ડમ્પર ચાલકે સ્કૂટર સવાર માતા-દીકરીને અડફેટે લેતા માતાનું મોત

admin

Leave a Comment