ગાંધીના ગુજરાતમાં દારૂનો વેપલો ધમધોકર ધમધમે છે,ગુજરાત પોલીસના પૂરતા પ્રયાસો વચ્ચે પણ બુટલેગરો દારૂની બિન્દાસ હેરાફરી કરી ગુજરાતમાં દારૂ ઘુસાડવમાં સફળ થાય છે ત્યારે વડોદરાના છેવાડે વરણામા પાસે વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસે બાતમીના આધારે ટેમ્પોને કોર્ડન કરી તપાસ કરી હતી.ટેમ્પોમાંથી 11 લાખ 52 હજારની કિંમતની 6120 વિદેશી શરાબની બોટલો મળી આવી હતી.પોલીસે દારૂનો જથ્થો કબ્જે લઇ ટેમ્પો ડ્રાઈવરની અટકાયત કરી વધુ તાપસ હાથ ધરી છે.ડ્રાઈવર દારૂ અંબાલાથી લાવ્યો હતો અને વડોદરા નજીક આવી ફોન કરવાનો હતો એ પહેલા જ પોલીસે દારૂ ઝડપી પડયો હતો.

