Genius Daily News
વડોદરા

એલઇડી-ટ્યૂબ લાઈટની આડે મહારાષ્ટ્રથી વડોદરા લવાયેલો રૂા.52 લાખનો દારૂ જપ્ત

વડોદરા નજીકથી એલઇડી લાઈટ અને ટયુબ લાઈટના સ્ક્રેપની આડમાં મહારાષ્ટ્રથી વડોદરા લવાયેલો 52 લાખનો વિદેશી દારૂ ભાદરવા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી પસાર થતાં મુંબઈ-દિલ્હી નેશનલ હાઇવે ટોલ નાકા પાસેથી એક બિનવારસી ટ્રકમાંથી મોનીટરીંગ સેલે ઝડપી પાડયો હતો. રૂા.62 લાખના મુદામાલને ઝડપી ચાર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મોનીટરીંગ સેલની ટીમ ટ્રક પકડી 4 કલાક બેસી રહી પણ ડ્રાઈવર ન આવતાં 4ને વોન્ટેડ જાહેર કર્યા છે.

સ્ટેટ મોનિટરિંગ સેલે ભાદરવા પોલીસ સ્ટેશનમાંથી પસાર થતા નેશનલ હાઈવે ચાર પર મુંબઈથી દિલ્હી જતા ટ્રેક પર આવેલ ટોલનાકાથી 500 મીટર દૂર સર્વિસ રોડ ઉપર રેડ કરી હતી. જેમાં પોલીસે ટ્રકમાંથી રૂા.52,14,330 લાખની 6705 વિદેશી દારૂની બોટલ જપ્ત કરી હતી. સાથે રૂા.10 લાખની ટ્રક મળી ફૂલ રૂપિયા રૂ.62,72,730નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ કાર્યવાહીમાં ભાદરવા પોલીસ મથકે ટ્રકને લાવીને પ્રોહિબિશનના જથ્થાની ગણતરી કરવામા આવી હતી.
ભાદરવા પોલીસ મથકમાં ચાર આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. જે તમામને પોલીસ દ્વારા હાલ વોન્ટેડ જાહેર કરવામા આવ્યાં છે. પોલીસની આ કાર્યવાહીમાં ટ્રકનો ચાલક, માલિક અને જથ્થો મોકલનાર અને મંગાવનાર સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વાહન માલિકનું નામ મો.અબ્દુલ્લા શેખ (રે.છોટાપુર, પાનીયા ટેક પાસે, દિશા, બનાસકાંઠા) હોવાનું ખુલ્યું છે.

નેશનલ હાઈવે પર મોનિટરિંગ સેલે ટ્રક પકડી, 4 કલાક સુધી ડ્રાઇવર ન આવ્યો, 4 વોન્ટેડ

વિદેશી દારૂનો જથ્થો વડોદરા પાસે જ આપવાનો હતો

સ્ટેટ મોનીટરીંગ સેલના સૂત્રે જણાવ્યું કે ‘વિદેશી દારુનો જથ્થો વડોદરા પાસે કોઈને આપવાનો હતો. ડ્રાઈવર નહીં મળતાં વધુ વિગતો મળી ન હતી. અમે ડ્રાઈવરની રાહ જોઈ હતી પણ કદાચ તેને રેડની ગંધ આવી જતાં તે ટ્રક પાસે આવ્યો ન હતો અને ફરાર થઇ ગયો હોવાનું અમારું અનુમાન છે.

Related posts

કેન્દ્ર સરકાર દ્વારા યુનિયન બજેટ-2024-25 રજૂ કરવામાં આવ્યું જે અંગે મેહુલ ઝવેરી અને જીત ઝવેરી દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી

admin

દુમાડો દેખી ફાયર બ્રિગેડની ટીમ દોડતી થઇ મકાનની અંદર જઈ જોયું તો મકાનમાં રહેતા મંજુરો દ્રારા કાગડો સળગાવવામાં આવ્યા હતા

admin

વડોદરામાં પોસ્ટ ઓફિસમાં આઈટી 2.0 અંતર્ગત એડવાન્સ પોસ્ટલ ટેકનોલોજી એપ્લિકેશનનો પ્રારંભ કરવામાં આવ્યો

admin

Leave a Comment