43.6 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોજેતપુર પાવી

છોટા ઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાના કલારાણી નજીક કોતરનું પાણી રોડ પર વહેતા બન્ને તરફ વાહનોની લાંબી લાઇનો લાગી

ભારે વરસાદના કારણે ઠેરઠેર નીચાણવાળા વિસ્તારો પાણીથી છલકાતા જનજીવન પર તેની અસરો જોવા મળી હતી. છોટાઉદેપુર જિલ્લામાં વિતેલા ત્રણેક દિવસો દરમિયાન સર્વત્ર વરસાદી માહોલ છવાતા અનરાધાર મેઘવર્સા થતાં નદીનાળામાં પુષ્કળ પ્રમાણમાં પાણી વહેતું થયું હતું. દરમિયાન બોડેલી થી કલારાણી જતા મેઈન માર્ગ પર કલારાણી નજીકના એક કોતરના નાળા પર પાણી વહેતા બન્ને તરફના વાહનો મુશ્કેલીમાં મુકાયા હતા. આ લખાય છે ત્યારે છેલ્લા ત્રણચાર કલાકથી નાળા પર વહેતા પાણીને લઇને વાહનચાલકો અટવાયેલા હોવાનું નજરે પડે છે. મળતી વિગતો મુજબ બન્ને તરફ વાહનોની લાંબી લાઇનો જોવા મળી હતી. ઉલ્લેખનીય છેકે હવામાન વિભાગ દ્વારા રાજ્યના ઘણા વિસ્તારોમાં ચાલુ સપ્તાહ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તે મુજબ છોટાઉદેપુર જિલ્લામાં પણ ભારે વરસાદ નોંધાતા નીચાણવાળા વિસ્તારો પાણીથી છલકાયા હતા.

Related posts

છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના તુરખેડા ગામે રોડ રસ્તાના અભાવે ગર્ભવતી મહિલાનું કરુણ મૃત્યુ નિપજતા ‘આપ’ ધારાસભ્ય ચૈતર વસાવાએ લીધી ગામની મુલાકાત.

admin

ખાતમુહૂર્ત ધામધૂમથી થયા બાદ એક મહિનો વીતી ગયો હોવા છતાં પુલના કામ ન શરૂ થતાં લોકોમાં રોષ

admin

છોટાઉદેપુરનાં મધ્યપ્રદેશ સરહદી વિસ્તાર ગુનાટા ખાતે રાણી કાજલ કન્યા છાત્રાલય માં બાળાઓને ટ્રેક સુટ વિતરણ કરાયું

admin

Leave a Comment