Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ભગવાન નરસિંહજનો ૨૮૮મો વરઘોડો બાન શાનથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પ્રસ્થાન થયો

હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલકી ના નાદ સાથે માર્ગો ગુંજી ઉઠ્યો

કારતક સુદ પૂનમના પવિત્ર દિવસે દેવ દિવાળી પ્રસંગે એમ.જી રોડ ખાતે નરસિંહજીની પોળમાં આવેલા મંદિરેથી પરંપરાગત રીતે ભગવાન નરસિંહજીના શુભ લગ્નનો 288મો વરઘોડો આન બાન શાનથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પ્રસ્થાન થયો હતો. ભગવાન મોડી રાત્રે ફતેપુરા સ્થિત તુલસીવાડી ખાતે શુભ લગ્ન વિધિ બાદ વહેલી સવારે પ્રભુનો વરઘોડો નિજ મંદિર પરત ફર્યો હતો.

આ પ્રસંગે આજે વહેલી સવારથી જ વરરાજા બનેલા પ્રભુને ચાંદલો કરવા ભક્ત સમુદાય દોઢ કિ.મી.જેવી લાઈનમાં રાહ જોઈ ઊભા રહ્યા હતા. આજના દિવસે ભક્તોમાં ભારે ઉત્સાહ જૉવા મળ્યો હતો. દેવ દિવાળીના પાવન પર્વે ભગવાન નરસિંહજીનો લગ્ન પ્રસંગ નિમિત્તેનો 288મો વરઘોડો દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત નરસિંહજીના મંદિરેથી બેન્ડવાજાના તાલે અને ભજન મંડળીઓના ભજનોની રમઝટ તથા શરણાઈના સુર સાથે પાલખીમાં બિરાજી થઈને દબદબાભેર પ્રસ્થાન થયો હતો આવ વરઘોડામાં ભગવાન નરસિંહજી ના પાલખી યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તોનું ભોળાપુર હતું જેમાં ઠેર ઠેર ભગવાન નરસિંહજીના પાલખીનો સ્વાગત અને આરતી કરવામાં આવી હતી સાથે વરઘોડાના તમામ રોડ પર મોટી સંખ્યામાં લોકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલકી ના નાદ સાથે માર્ગો ગુંજી ઉઠ્યો હતો

Related posts

પવિત્ર શ્રાવણ માસના છેલ્લા સોમવારે વડોદરા શહેરમાં આવેલ માંજલપુર વિસ્તારમાં આવેલ શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે ભક્તોનું ઘોડાપૂર

admin

વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે રીઢા ઘરફોડ ચોરને ચોરીની બાઇક સાથે ઝડપી પાડ્યો

admin

પ્રતાપનગરમાં મેડિકલ સ્ટોરમાંથી નશાકારક સિરપનો જથ્થો ઝડપાયો

admin

Leave a Comment