વડોદરાના અટલ બ્રિજ પર ફરી એકવાર લક્ઝરીયસ કાર અકસ્માતનો કિસ્સો સામે આવ્યો છે.ઓડી કારનો ડ્રાઈવર બ્રિજ પર ચડવા જતો હતો ત્યારે અચાનક નિયંત્રણ ગુમાવી બેઠો અને સીધો ડિવાઈડરની દીવાલ સાથે અથડાયો,આ અથડામણ એટલી જોરદાર હતી કે કારનો આગળનો ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો.સદનસીબે ચાલકને ગંભીર ઈજા ન થતાં તેનો બચાવ થયો હતો,અટલબ્રીજ પર રાત્રીના સમયે વારેવારે બનતી અકસ્માતની ઘટનાઓ પોલીસ માટે પડકાર છે.રફ્તારના રાજાઓ બેફામ બની બ્રિજ પર કાર હંકારતા હોય છે.

