30.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઇ શહેર ના પુંજીપા પાર્ક શેરી ગરબા ની રમઝટ અકબંધ માતાજીની માટલી મૂકી પારંપરિક રીતે નવરાત્રિની ઉજવણી

આજના આધુનિક યુગમાં વર્ષો જૂની પરંપરા જાણે હવે લુપ્ત થવા લાગી છે,ત્યારે હજુ પણ ડભોઇ શહેર ના પુંજીપા પાર્ક શેરી ગરબા ની રમઝટ અકબંધ છે.વર્ષો પહેલા ઘર બહાર માતાજીની માટલી મૂકી પારંપરિક રીતે નવરાત્રિની ઉજવણી કરવામાં આવતી હતી

ત્યારે આજના આધુનિક સમયમાં લોકો વિશાળ મેદાન,પાર્ટી પ્લોટ,માં લાખો માં ખર્ચે નવરાત્રી નું આયોજન કરી ઉજવણી કરતા થયા છે ત્યારે વર્ષો જૂની આપણી વિસરાતી પરંપરા વચ્ચે ડભોઇ ના પૂંજીબા પાર્ક વિસ્તાર માં હજુ પણ વર્ષો જૂની પરંપરા મુજબ જ માતાજી ના ગરબા રમવામાં આવે છે.

આ વિસ્તારો માં નવરાત્રિના નવ દિવસ પારંપારિક માતાજીના ગરબા રમવામાં આવે છે,ફળિયા ના ઘરો બહાર માતાજી ની માટલી મૂકી ગરબા રમવામાં આવે છે વિસ્તાર ના તમામ લોકો એકત્ર થઈ નવ દિવસ નવરાત્રિના પર્વની પારંપરિક ગરબા રમી ઉજવણી કરે છે.આ પ્રસંગે શેરી ગરબા નો માહોલ કઈક અલગ જ હોય છે,નવરાત્રિના દિવસો માં શેરી ને શણગારવા માં આવે છે,ખેલૈયાઓ માટે નાસ્તાથી લઈ તમામ પ્રકારની સુવિધાઓ પણ કરવામાં આવે છે,શેરી ગરબા ના નવ દિવસ ખેલૈયાઓ ભારે ઉત્સાહ સાથે ગરબા રમી નવરાત્રિના પર્વની ઉજવણી કરે છે,જૂની પરંપરા મુજબ રમાતા ગરબા દિવસે ને દિવસે લુપ્ત થતાં જઈ રહ્યા છે ત્યારે આ આધુનિક યુગમાં પણ પુંજીબા પાર્ક વિસ્તાર ના લોકોએ આ વર્ષો જૂની પરંપરાને હજુ પણ જાળવી રાખી છે અને આગામી સમય માં પણ આ પરંપરાને જીવંત રાખશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

Related posts

સરકારી આયુર્વેદિક દવાખાનામાં નિદાન થકી ભૂમિબેન સોનીની મેદસ્વિતા સહિતની તમામ આરોગ્ય સમસ્યાઓનું આવ્યું સમાધાન

admin

સ્ટેટ રિઝર્વ પોલીસ (SRP)ની ટુકડીઓના જવાનોની માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રી અરૂણ મહેશ બાબુ એમએસ. દ્વારા મુલાકાત

admin

ડો.વિજય કુમાર શ્રીવાસ્તવ પૂર્વ વાઇસ ચાન્સેલર એમ એસ યુનિવર્સિટીમાં કરેલા ખર્ચમાં 21 લાખનો ચૂનો લગાવામાં આવ્યો

admin

Leave a Comment