૪૦ વર્ષના સમર્પણ બાદ ડભોઈ નગરપાલિકા ના મેલેરિયા શાખા ના કર્મચારી પરેશભાઈ સોની વય નિવૃત થતા પાલિકા પ્રમુખ સહિત સાથી કર્મચારીઓ દ્વારા મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું.
આ ભાવનાત્મક ક્ષણે ડભોઈ નગરપાલિકા ના એક દ્રઢ કર્મચારી પરેશભાઈ સોની એ ચાર દાયકાની તેમની શાનદાર કારકિર્દીને વિદાય આપી. અને ૪૦ નોંધપાત્ર વર્ષો પાલિકા ને સમર્પિત કર્યા પછી તેમના પદ પરથી નિવૃત્તિ લીધી.
તેમના સમગ્ર કાર્યકાળ દરમિયાન ડભોઈ નગરપાલિકા માં ઘણા પ્રમુખ,ચીફ ઓફિસર,તથા કોર્પોરેટરો સાથે કામ કર્યું.અને પાલિકા દ્વારા મેલેરિયા શાખા ઉપરાંત બીજી જે પણ જવાબદારી આપી તેને પૂર્ણ ઈમાનદારી થી નિભાવી.તેમની પ્રતિબદ્ધતા, કુશળતા અને નેતૃત્વ સાથીદારો માટે પ્રેરણા અને સંસ્થા માટે મૂલ્યવાન સંપત્તિ રહ્યા છે.પરેશભાઈ આજરોજ વયનિવૃત થતા નવા અધ્યાયની શરૂઆત સાથે તેઓ પરિવાર સાથે ગુણવત્તાયુક્ત સમય વિતાવે તેવી શુભેચ્છાઓ સાથી કર્મચારીઓ દ્વારા આપવામાં આવી હતી.આ પ્રસંગે પાલિકા પ્રમુખ બીરેનભાઈ શાહ, ચીફ ઓફિસર જય કિશન તડવી રાજેશભાઈ કટારીયા ,સહિત પાલિકા ના કર્મચારીઓ એ વયનિવૃત થતા પરેશ સોની ને આવનાર દિવસો પરિવાર સાથે રાજી ખુશી થી વિતાવે તેવી શુભેચ્છા આપી હતી.

