વડોદરા રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી હતી જ્યાં રેલવે સ્ટેશન પ્લેટ ફોર્મ નંબર 2 ઉપર થી અમદાવાદઃ તરફ જતી ટ્રેન ઉપડી હતી જ્યાં ચાલુ ટ્રેન.માં ચઢવાનો જોખમી. પ્રયાસ કરી.રહેલા પરિવારનો આબાદ બચાવ થયો હતો
વડોદરા રેલવે સ્ટેશન પર આજે એક મોટી હોનારત થતા રહી ગઈ હતી. એક પરિવાર જ્યારે ચાલુ ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે માંડ માંડ તેમનો જીવ બચ્યો હતો. આ ઘટનાએ ફરી એકવાર ટ્રેનમાં ચઢતી વખતે કેટલી બેદરકારી દાખવવામાં આવે છે તેની કડવી વાસ્તવિકતા સામે લાવી દીધી છે.બનાવની વિગત એવી છે કે એક પરિવાર પ્લેટફોર્મ પર ઉભી રહેલી ટ્રેનમાં ચઢવા માટે દોડ્યો હતો. ટ્રેન ધીમે ધીમે ચાલુ થઈ ગઈ હોવા છતાં, પરિવારે જોખમી રીતે ચઢવાનો પ્રયાસ કર્યો. આ પ્રયાસમાં તેમનું બાળક તો માંડ માંડ ટ્રેનમાં ચઢી ગયું, પરંતુ તેની માતાનો પગ લપસી ગયો અને તે ટ્રેનની નીચે આવતા બચી ગઈ. આ દ્રશ્ય જોઈને આસપાસના લોકોના જીવ પણ અધ્ધર થઈ ગયા હતા.
આ ઘટના એવા સમયે બની જ્યારે પ્લેટફોર્મ પર રેલવે તંત્રનો કોઈ સ્ટાફ કે પોલીસ જવાન હાજર નહોતો. જો પ્લેટફોર્મ પર જવાબદાર વ્યક્તિઓ હાજર હોત તો કદાચ આ જોખમી પ્રયાસને અટકાવી શકાયો હોત. આ ઘટના રેલવે તંત્રની સુરક્ષા વ્યવસ્થા પર પણ સવાલ ઉભા કરે છે.આ ઘટના એક ગંભીર ચેતવણી સમાન છે. અનેકવાર લોકોને ચાલુ ટ્રેનમાં ચઢવાની કોશિશમાં પોતાના જીવ ગુમાવવાનો વારો આવે છે. થોડીક મિનિટો બચાવવાની લાલચમાં લોકો પોતાના અને પોતાના પરિવારના જીવ ને જોખમમાં મૂકે છે. રેલવે સ્ટેશન પર ઉભેલી ટ્રેનમાં શાંતિથી અને સુરક્ષિત રીતે ચઢવું એ જ સલામત વિકલ્પ છે.
આશા છે કે આ ઘટનાથી લોકો વડોદરા રેલવે વિભાગ તેમજ રેલવે પોલીસ બોધપાઠ લેશે અને ભવિષ્યમાં મુસાફરો આવા જોખમી હરકતો કરવાનું ટાળશે. રેલવે તંત્રએ પણ પ્લેટફોર્મ પર સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવાની જરૂર છે જેથી આવી દુર્ઘટનાઓને નિવારી શકાય.
આ સમાચાર દ્વારા સૌને અપીલ કરવામાં આવે છે કે ટ્રેનમાં મુસાફરી કરવા માટે સમય સર આવી જવું જોઈએ જેથી ટ્રેન માં ચઢતી વખતે ઉતાવળ ન કરો અને હંમેશા સુરક્ષાને પ્રથમ મહત્વ આપો. તમારો જીવ અમૂલ્ય છે

