36.3 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં SOGની મોટી કાર્યવાહી, નકલી પોલીસ બની તોડ કરનાર ઈસમની ધરપકડ

વડોદરા શહેરમાં SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) દ્વારા તાંદલજા વિસ્તારમાં મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તાંદલજાના અલકબીર બંગલોઝમાં આવેલ મકાન નં. ૩ પર SOGની ટીમે ત્રાટક કરી હતી. આ કાર્યવાહી SOGના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ડી. રાતડાની આગેવાની હેઠળ કરવામાં આવી હતી, જેમાં SOGનો સ્ટાફ સર્ચ ઓપરેશનમાં જોડાયો હતો.

સર્ચ ઓપરેશન દરમિયાન પ્રિન્ટર મશીનની પણ મદદ લેવામાં આવી હતી. પ્રાથમિક માહિતી મુજબ શંકાસ્પદ ઈસમ છેલ્લા ૬થી ૭ મહિનાથી આ મકાનમાં રહેતો હતો. સૂત્રો દ્વારા માહિતી મળી હતી કે આ ઈસમ નકલી પોલીસ બની લોકોને ધમકાવી તોડ કરતો હતો.

SOGની તપાસ દરમિયાન શંકાસ્પદ ઈસમ પાસેથી ડુપ્લીકેટ પોલીસ આઈ-કાર્ડ તેમજ પોલીસ વર્ધી મળી આવી હતી. આ આધારે SOG દ્વારા મોબીન ઈકબાલ સોદાગરની ધરપકડ કરવામાં આવી છે. ઝડપાયેલા આરોપીના મકાનમાંથી વિવિધ મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે.

આ સાથે આરોપીના કબજામાંથી નંબર પ્લેટ વગરની બે કાર પણ SOG દ્વારા જપ્ત કરવામાં આવી છે. આરોપીને કોર્ટમાં રજૂ કરતા પોલીસ દ્વારા ૧૪ દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી, જ્યારે કોર્ટ દ્વારા આરોપીને ૨ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

SOG દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને આરોપી અન્ય ગુનાઓમાં સંડોવાયેલ છે કે કેમ તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.

Related posts

ચેરમેન નું સુચન સર આંખો પર, દોરડું ટ્યુબ લઈને સામાજિક કાર્યકરો પહોંચ્યા પાલિકા ની વડી કચેરી…

admin

ભવ્ય ભારત ફાઉન્ડેશન તથા નિરવધય ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે પ્રોજેક્ટ જ્ઞાનોદધીનો શુભારંભ

admin

ડભોઇ તાલુકાના અંબાવ ગામ પાસે થી પસાર થતી વખતે અજાણ્યા વાહનની ટક્કરે સાયકલ સવારનું મોત

admin

Leave a Comment