વડોદરા શહેરમાં મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા મિડલ ઈસ્ટ તણાવ ની અસર હવે ઈંધણ સપ્લાય પર પણ જોવા મળી રહી છે. શહેરમાં પેટ્રોલ અને ડીઝલના શોર્ટ સપ્લાયને કારણે પરિસ્થિતિ ચિંતાજનક બની છે.
મળતી માહિતી મુજબ, શહેરના ઘણા ખાનગી પેટ્રોલ પંપ હાલ બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે. જથ્થો સમયસર ન પહોંચતા સ્ટોક ઘટી ગયો છે, જેના કારણે સપ્લાય ખોરવાઈ રહ્યો છે.
જ્યારે બીજી તરફ સરકારી પેટ્રોલ પંપો પર હાલ મર્યાદિત પ્રમાણમાં સપ્લાય ચાલુ છે, પરંતુ ત્યાં પણ વાહનચાલકોની લાંબી કતારો જોવા મળી રહી છે.
આ સ્થિતિ વચ્ચે પેનિક બાયિંગ વધતા પરિસ્થિતિ વધુ ગંભીર બની રહી છે. લોકો દ્વારા જરૂરિયાત કરતાં વધુ પેટ્રોલ ભરાવાતા સ્ટોક ઝડપથી ખૂટી રહ્યો છે.
શહેરમાં વાહનચાલકોમાં પેટ્રોલ અંગે ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે. હવે જોવાનું રહ્યું કે સપ્લાય ક્યારે સામાન્ય બને છે અને તંત્ર આ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે શું પગલાં લે છે.

