હાલ ખાડીયુધ્ધ ની પરિસ્થિતિ ને લઈ અનેક બાબતે તંગી અને ભાવ વધારાનો સામનો સામાન્ય જન કરી રહ્યોછે અને ગેસબોટલ માટે સરકારે અનેક ગાઈડલાઈન નક્કી કરીછે સીમિત સમયાંતરે માત્ર ઘરેલુ વપરાશ માટે ના રાંધણગેસ ના બોટલો વિતરણ કરાઈ રહ્યાં છે ત્યારે સાવલીમાં ગેસબોટલ ગ્રાહકો ને પરચેજ કરતી શાહ એન્ડ કુ: ની નિયમ મુજબ ગોઠડા ગામ તરફ જતી ગેસબોટલ ની ગાડી ને અધવચ્ચે જ સામે બાઇક સહિત અન્ય વાહનો પર ખાલી બોટલ લઈ આવેલી ભીડ એ પોતાના ગેસબોટલ મેળવવા પડાપડી કરીહતી જ્યારે ગોઠડા ગામમાં ગેસબોટલની ગાડીની રાહજોતા ગ્રામજનો અટવાયા હતા
હાલમાં ઘરેલુ ગેસ બોટલો ની કોઈજ તંગીનથી અને સરકારની ગાઈડલાઈન મુજબ સાવલી નગર અને તાલુકાના ગામો માં સાવલી ગેસબોટલ વિતરણ કરતી એજન્સી દ્વારા નિયમિત ગાડીઓ માં વિતરણ કરાય છે અને હાલમાં પૂરતો જથ્થો પણ હોવાથી તંગી ની પરિસ્થિતિ નથી માત્ર બોટલ અમને નહિ મળે તેવી આશંકા અને અફવાઓ થી પ્રેરિત થઈ પડાપડી કરવી નહીં નો સંદેશ સાવલી મામલતદાર એ જનતા ને આપ્યો હતો

