વડોદરાના ન્યૂ VIP રોડ વિસ્તારમાં સ્થિત MD FITNESS જીમના સંચાલક સાગર અરૂણભાઈ મકવાણા (ઉ. વ. 30) વિરુદ્ધ એક પરિણીત મહિલાને ચપ્પુની ધાકધમકી આપી દુષ્કર્મ આચરવાનો ગંભીર આરોપ નોંધાયો છે.
ઘટના અંગે ભોગ બનનાર મહિલાએ તરત હરણી પોલીસનો સંપર્ક કરતાં પોલીસએ ઝડપથી કાર્યવાહી કરી સાગર મકવાણાને ઝડપી લીધો છે.
આ કેસને લઇ શહેરમાં ભારે ખળભળાટ ફેલાયો છે અને હરણી પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

