વડોદરા શહેરમાં પાલિકા દ્વારા શહેરના ૩૧ જેટલા સ્મશાન ગૃહ ને ખાનગી કરવાના મુદ્દે છેલ્લા કેટલાય દિવસથી વિરોધ વંટોળ ઉભો થયો છે. ત્યારે આ મુદ્દે આજરોજ મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં છાણી, વડીવાડી, માંજલપુર અને જલારામ ટ્રસ્ટ સહિત અનેક સામાજિક-ધાર્મિક સંસ્થાઓના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.બેઠકમાં સંસ્થાઓએ પોતાનું મંતવ્ય સ્પષ્ટ રીતે રજૂ કરતા પાલિકાની શરતો હેઠળ સેવા આપવી મુશ્કેલ હોવાનું તેઓએ જણાવ્યું. જ્યારે મ્યુ.કમિશનરે જણાવ્યું કે આ મુદ્દાનું સહમતીથી ઉકેલ લાવવાનો પ્રયાસ છે. જો કે હવે, મ્યુનિસિપલ કમિશનર અને અધિકારીઓ સીધી સ્મશાન ગૃહની મુલાકાત લઈ ત્યાંની યથાર્થ સ્થિતિ જાણશે.અને જ્યાં સુધી નવી કોઈ વ્યૂહરચના નક્કી ન થાય, ત્યાં સુધી હાલના ઇજારદાર સંચાલકો જ કામગીરી ચાલુ રાખશે.

