35.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના હાથી ખાનાથી બરોડા ગ્રેઇન મર્ચન્ટ એસોસિએશન દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે હાથી ખાનાથી બરોડા ગ્રેઇન મર્ચન્ટ એસોસિએશન દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વેપારીઓ જોડાયા હતા.

દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 75 માં જન્મદિવસની વિવિધ કાર્યક્રમો થકી આજરોજ સમગ્ર દેશમાં અનોખી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વડોદરા શહેરમાં પણ વિવિધ સંસ્થાઓ એનજીઓ દ્વારા પણ અનોખી રીતે ઉજવણી કરાઈ રહી છે. ત્યારે આજરોજ હાથીખાના ધી બરોડા ગ્રેન મર્ચન્ટ એસોસિએશન દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન રક્તદાન અમૃત મહોત્સવ 2.0 ની થીમ હેઠળ કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ધી બરોડા ગ્રેઈન મર્ચન્ટ એસોસિએશનના હોદ્દેદારો સહિત વેપારીઓએ હાજર રહી મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં ભાગ લીધો હતો.

Related posts

વડોદરા શહેરમાં આવેલ ઐતિહાસિક માંડવી દરવાજા નીચે નવા વર્ષ ના પ્રથમ રવિવારે મેલડી માતા ના દર્શન કરવા માઈ ભગતનો ઘોડાપૂર ઉમટ્યું

admin

એમ.એસ.યુ.ની સાયન્સ ફેકલ્ટીમાં નવ નિર્મિત જિયોલૉજી મ્યુઝિયમનું ઉદ્ઘાટન

admin

પાદરામાં ઉત્તરાયણ પહેલા ચાઈનીઝ દોરી ઝડપાઈ, વડું પોલીસે બે લોકોની કરી ધરપકડ

admin

Leave a Comment