Genius Daily News
વડોદરા જિલ્લોસાવલી

સાવલીના સેવાસદન સામે અક્ષર રેસિડન્સીમાં મધરાતે ચોરી, પોલીસ તપાસ શરૂ

સાવલી તાલુકાના સેવાસદન સામે આવેલા અક્ષર રેસિડન્સીમાં મધરાતે ચોરીની ઘટના સામે આવી છે. બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ ઘરમાં ઘુસીને કિંમતી સામાન પર હાથ સાફ કર્યો હતો.

મળતી માહિતી મુજબ ઘરમાલિક સુનીલભાઈ તથા તેમની પત્ની બંને શિક્ષક છે અને કામ અર્થે નડિયાદ ગયા હોવાથી મકાન બંધ હતું. આ અવસરનો લાભ લઈ તસ્કરોએ ઘર તોડીને ચોરી કરી હતી.

ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેમાં તસ્કરો સ્પષ્ટ દેખાતા હોવાથી પોલીસ માટે તપાસ સરળ બની છે. ઘટનાને લઈને સ્થાનિક રહેવાસીઓ દ્વારા પોલીસ પેટ્રોલિંગની કામગીરી પર પણ સવાલ ઉઠાવવામાં આવ્યા છે.

પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોની ઓળખ માટે શોધખોળ શરૂ કરી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Related posts

વડોદરા કુબેર ભવન ખાતે હેલ્મેટ ન પહેરતા સરકારી કર્મચારીઓ સામે કાર્યવાહી

admin

‘અમે અહીંના ડોન છે અમારી સામે માથું નમાવીને ચાલવું’

admin

વડોદરા નો ૧૧ વર્ષીય વ્રજ ચોકસીએ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું….

admin

Leave a Comment