હાલ વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે તેવામાં પોલીસ વિભાગની ‘નારી શક્તિ’ની શક્તિ વિધાનસભાના ફ્લોર પર ગુંજી ઉઠી હતી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ વિભાગમાં કામ કરી રહેલ મહિલા અધિકારીઓના કામની પ્રસંશા કરી હતી તેમજ IPS મહિલા અધિકારી સહીત સાઇબર મહિલા ટીમની કામગીરી વિષે જાનવતા કહ્યું હતું કે,48 કલાકમાં 3000 કિલોમીટરનું અંતર કાપી દેશના અલગ અલગ રાજ્યોમાંથી મહિલા અધિકારીની ટીમે સાઇબર ટેરિસ્ટોને ઝડપી પડ્યા હતા.ગુજરાત પોલીસ વિભાગે પણ સોશિયલ મીડિયામાં આ વિડીયો શેર કર્યો છે.

