30.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
ગુજરાત

ગુજરાત વાલ્મિકી સંગઠનના પ્રદેશ પ્રમુખ શ્રી લાલજી ભગત સાહેબના આદેશ અનુસાર માનનીય વડાપ્રધાન યશસ્વી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે ગુજરાતના 33 જિલ્લામાં આવેદનાપત્ર આપવાનો કાર્યક્રમ

ગુજરાત વાલ્મિકી સંગઠનના પ્રદેશ પ્રમુખ શ્રી લાલજી ભગત સાહેબ ના આદેશ અનુસાર માનનીય વડાપ્રધાન યશસ્વી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે આજરોજ ગુજરાતના 33 જિલ્લામાં આવેદનાપત્ર આપવાનો કાર્યક્રમ રાખેલ હતો જેનો મુખ્ય ઉદ્દેશ દેશ ને આઝાદ થયે 78 વર્ષ પુરા થયા છતાં અતિપછાત વાલ્મિકી સમાજને આઝાદી મળી નથી પુરા ગુજરાતમાં દિવસે ને દિવસે આભડછેટ અને જાતિવાદ કિસ્સાઓ વધુને વધુ થતા આવ્યા છે. વાલ્મિકી સમાજને દલિત તથા અન્ય સમાજ પણ સ્વીકારવા તૈયાર નથી. નામદાર સુપ્રીમ કોર્ટ વાલ્મિકી સમાજને અનુસૂચિત જાતિ ને અનામત માં વિભાજન કરવા આદેશ કરેલ છે તો ગુજરાત સરકાર શ્રી અને માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને વિનંતી કરવાની કે નામદાર સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર પાલન થાય અને ગુજરાતના દરેક સફાઈ કામદારને ન્યાય મળે તેવા હેતુ વાલ્મિકી સમાજના પ્રાણ પ્રશ્નો જેવા કે

  • સમાજ સાથે છુતાછોદ ભેદભાવ જાતિવાદ નબુત કરવામાં આવે.
  • કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરી ઈપીએફ ની કપાસ સાથે લઘુતમ વેતન આપવામાં આવે
  • રાજ્યના ગ્રામ્ય પંચાયતોમાં કામદારોને માસિક વ્યક્તિ દીઠ 4 રૂપિયાના ગ્રાન્ટ ની જગ્યાએ 15 રૂપિયા કરી આપવામાં આવે
  • રોસ્ટર પ્રથા નાબૂદ કરીશ સંપૂર્ણ વાલ્મીકિ સમાજ ના સફાઈ કામદારોની ભરતી કરવામાં આવે
  • 1976 શિક્ષણ ક્ષેત્રે 2% અનામતનો પરિપત્ર સમાજ નો આપેલ હતો જે 2012 માં રદ થયેલ તે નિયમ ફરી ચાલુ કરી વાલ્મિકી સમાજના ભણેલા યુવાઓને નોકરી આપવામાં આવે
  • કામદારો ને ગુજરાત રાજ્યમાં યોગ્ય ન્યાય આપવા. આયોગ ની રચના કરવામાં આવે
  • પ્રાઇમ મિનિસ્ટર એપલોમેન્ટ જનરેશન પ્રોગ્રામ ની લોન જેવી. નિગમમાં પણ સફાઈ કામદારને લોન મેળવવા બાબત
  • ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમમાં સમાજના ભણેલા યુવાઓ ની ભરતી કરવામાં આવે
  • ડોક્ટર આંબેડકર આવાસ યોજનામાં સમાજ ને મકાન બનાવવા માટે 1,20,000 ની જગ્યાએ 3,50,000 રકમ આપવામાં આવે.

આવા અનેક પ્રશ્નો માટે ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી લાલજી ભગત સાહેબ 1 જાન્યુઆરી 2025 ના રોજ માલપુર સાબરકાંઠા થી દિલ્લી સતત એક વર્ષ દંડવત યાત્રા પ્રણામ કરી આપણા યશસ્વી વડાપ્રધાન એવા શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબ ને વેદનાપત્ર આપશે. જેના અનુસંધાનમાં આજરોજ વડોદરા કલેકટર કચેરી ખાતે ગુજરાત વાલ્મિકી સંગઠન વડોદરા સંત સમિતિ દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરેલ હતી. જેમાં પ્રદેશ સંત સમિતિ ના પ્રમુખ એવા દયાલદાસ સાહેબ સમતા, આઈ સી વાઘેલા સાહેબ રણોલી, મગનદાસ સાહેબ, અશોકદાસ સાહેબ, ઇશ્ર્વરદાસ સાહેબ, અશોક દાસ સાહેબ, જે ડી સાહેબ, સનાદાસ સાહેબ, મહંત નરેન્દ્ર સાહેબ, અશોકદાસ સાહેબ અજોડ, તેમજ સંત સમિતિ ઉપસ્થિત રહી હતી.

Related posts

વડોદરાના ફતેહગંજ વિસ્તાર માં મહાકાય ઝાડ થયું જમીનદોસ્ત થતા વિસ્તારમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો

admin

કેદારનાથ યાત્રા જતા ગુજરાતના પાંચ મિત્રોને નડ્યો ‘ભયાનક અકસ્માત’ 4ના મોત

admin

ભૂતપૂર્વ ક્રિકેટર અને હાલ TMCના સાંસદ યુસુફ પઠાણને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને ફટકારી નોટિસ

admin

Leave a Comment