36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડ્રેનેજ લાઈનનું નાનું કામ આજ દિન સુધી પૂર્ણ નહીં થતાં રહીશોને અવરજવરમાં મુશ્કેલ

ડભોઇ નગરપાલિકાદ્વારા દિવાળીના દિવસોમાં ડ્રેનેજ લાઈન નું કામ શરૂ કર્યું હતું આ નાનું કામ આજ દિન સુધી પૂર્ણ નહીં થતાં અને જાણે ત્યાં માટીના ઢગલા ને કારણે આખો રસ્તો રોકાઈ જતા અવરજવર કરતા લોકોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે ત્યારે તંત્ર દ્વારા માટી હટાવીને રસ્તો ખુલ્લો કરવા ની માગણી સોસાયટીઓ દ્વારા કરવામાં આવી રહી છે.

ડભોઇ નગરપાલિકા દ્વારા દિવાળીના દિવસોમાં પવિત્ર અગિયારસના દિવસે ડ્રેનેજ લાઈનની કામગીરી કૃષ્ણ ટોકીઝ પાસે આવેલ ત્રણ સોસાયટી પાસે કરવામાં આવતા માટીના ઢગલા એટલી હદે હતા કે દિવાળીના દિવસોમાં સોસાયટી વિસ્તારના રહીશોને બહાર અવરજવર કરવી પણ મુશ્કેલ થઈ ગઈ હતી.

જેમતેમ લોકોએ દિવસો પૂરા કર્યા પરંતુ આજ દિન સુધી એ તરફનો રસ્તો નગરપાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા ચાલુ કરવામાં નહીં આવતા રસ્તા પરથી માટી હટાવવામાં નહીં આવતા લોકોને પારાવાર મુશ્કેલી પડે છે એક તરફ બ્રિજ તરફથી આવતા વાહનો અને બીજી તરફ ઉબડખાબડ રસ્તા પરથી સોસાયટી વિસ્તારમાંથી અન્ય વિસ્તારમાંથી અવર-જવર કરતા વાહનો અને રાહદારીઓને કપરી મુશ્કેલીમાં મુકાવું પડે છે છતાં પણ આ નગરપાલિકાના કોન્ટ્રાક્ટર કોઈ જાતની પરવા નથી અને જેમ તેમ મૂકીને કામ કરીને જતા રહેતા હોવાની લોકો ફરિયાદ કરી રહ્યા છે આ બાબતે સોસાયટીના રહીશો દ્વારા વિસ્તારના કોર્પોરેટર અને નગરપાલિકા વારંવાર રસ્તો ખુલ્લો કરવા માટે વારંવાર ફોન કરવામાં રજૂઆતો અને કાલાવાલા કરવામાં આવ્યા છતાં પણ રસ્તો ખુલ્લો કરવામાં આવતો નથી માટી હટાવવામાં કોન્ટ્રાક્ટર નું કામ હોવા છતાં પણ હવે આ કોન્ટ્રાક્ટરે જેમ તેમ કામ રાખીને બીજે કામે માણસો લઈ ગયા અને સોસાયટીના રહીશું તકલીફમાં જાણી જોઈને મૂકી રહ્યા છે નું વિસ્તારના રહીશો જણાવી રહ્યા છે

Related posts

ડભોઇ તાલુકાના પણસોલી પાસે કારમાં રૂ.૪.૧૬ લાખના દારૂ સાથે ૩ ઝડપાયા

admin

ડભોઇ પોલીસ સ્ટેશન ટાઉનમાં પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જે.વાઘેલાની બદલી થતાં તેઓ નો વિદાય સમારંભ યોજાયો

admin

સ્માર્ટ મીટર થી મકરપુરા ના નાગરિકો ત્રસ્ત : જુના મીટર લગાવવાની કરી માંગ

admin

Leave a Comment