37.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
May 1, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર જિલ્લામાં વધુમાં વધુ વૃક્ષ વાવવામાં આવે તેવી ધારાસભ્યની પ્રજાને અપીલ

હાલ ભારે ગરમી ના કારણે પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. પરિણામે માનવી અતિ ભારે ગરમીથી ત્રાસી ગયો છે તેવા સમયમાં પર્યાવરણનો બચાવ હતી આવશ્યક થઈ પડ્યો છે ઘરે ઘરે વૃક્ષ વાવવુ તથા પર્યાવરણ બચાવ કરવો એ દરેક વ્યક્તિની ફરજમાં આવે છે વૃક્ષોનું વાવેતર ઓક્સિજન અને શુદ્ધ હવા આપતું હોય છે જે દરેક જીવ માટે અતિ આવશ્યક હોય જેના કારણે છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા એ ઘરે ઘરે વૃક્ષોનું વાવેતર કરવા પ્રજાને અપીલ કરી છે
ધારાસભ્ય રાજેન્દ્રભાઈ જણાવી રહ્યા છે કે હાલમાં વર્ષ દરમિયાન ઋતુથી વિપરીત વાતાવરણ બદલાયા કરે છે અને કમોસમી વરસાદ થવો અસહ્ય ગરમી લાગવી જ્યારે વરસાદ ની રાહ જોવી પડે તે બાબત જીવ સૃષ્ટિ માટે ચિંતા રૂપ છે સાથે સાથે વર્ષોથી કમોસમી વરસાદ અને વારંવાર બદલાતી ઋતુ ખેતી ફળફળાદી તથા શાકભાજી ને પણ ભારે નુકસાન પહોંચાડે છે આ તમામ ફેરફારો પર્યાવરણનું સંતુલન બગાડવા ના સંકેત હોઈ શકે જેના કારણે આવનારા દિવસોમાં પરિસ્થિતિ વધુ વિકટ બને તે પહેલા પર્યાવરણની જાળવણી દરેક નાગરિક માટે અતિ આવશ્યક થઈ પડી છે જેથી ઘરે ઘરે વૃક્ષ વાવવા તેની જાળવણી કરવી અને વાતાવરણમાં ફેલાતો પ્રાણ રક્ષક ઓક્સિજન વાયુ વધુમાં વધુ મળી રહે તેવા પ્રયાસો કરવા ધારાસભ્ય એ પ્રજાને અપીલ કરી છે.

Related posts

હેલ્મેટ ન પહેરતા સરકારી કર્મચારીઓ સામે કાર્યવાહી કરવાના ભાગરૂપે તાલુકા સેવા સદન, જેતપુર પાવી ખાતે હેલ્મેટ વિના આવતા સરકારી કર્મચારીઓને દંડ

admin

કવાંટ ગેર મેળા ૨૦૨૫ અંગે નોડલ અધિકારીઓ સાથે મેળાના રૂટની મુલાકાત લેતા જિલ્લા કલેકટર ગાર્ગી જૈન

admin

છોટાઉદેપુર નગરપાલિકાના વોર્ડ નંબર 5ના એક ઉમેદવાર એક મત થી વિજેતા બનતા પાલિકા ચુંટણીમાં ઇતિહાસ રચાયો

admin

Leave a Comment