Genius Daily News
ગુજરાતવડોદરાવડોદરા જિલ્લો

રાવપુરા વિસ્તારમાં આવેલી મેડિકલ દુકાનમાં વહેલી સવારે આગ લાગી

વડોદરા શહેરનો ધમધમતો રોડ એવા રાવપુરા વિસ્તાર માં આવેલ મેડિકલની દુકાનમાં અગમને કારણસર આગ લાગતા ની સાથે જ વિસ્તારમાં અફરાતા ફ્રી નો માહોલ સર્જાયો હતો આજે વિકરાલ સ્વરુપ ધારણ કરતાની સાથે જ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી ફાયર બ્રિગેડની ચાર ટીમો આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. ફાયર વિભાગની સાથે એમજીવીસીએલ તેમજ પોલીસ પણ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી.

ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા પણ જો જોતા માં આગે રુદ્ર સ્વરૂપ ધારણ કરતા વધુ ટીમો બોલાવવા માં આવી હતી. મેડિકલ દુકાન ની બાજુમાં આવેલી દુકાનોને પણ આગે પોતાના ઝપટમાં લઈ લીધો હતો ત્યારે મેડિકલ દુકાન બહાર પાર્ક કરવામાં આવેલા વ્હીકલો આગમાં બળીને ખાખ થયા હતા.

સદનસીબે આ આગનો બનાવ વહેલી સવારે થતા કોઈ જાનહાની નહીં, કયા કારણોસર આગ લાગી મેડિકલની દુકાનમાં ફાયર સેફટી એલાર્મ છે કે નહીં તેવા અનેકો વિષય ઉપર તપાસ હાથ ધરાશે.

Related posts

રિક્ષા ચાલકનું સ્ટેરિંગ પર કાબૂ જતા રિક્ષાએ મારી ત્રણ પલટી

admin

ડભોઇ તાલુકાના તીર્થક્ષેત્ર ચાંદોદ ના નવા માંડવા વ્રજભૂમિ આશ્રમ પાસે ગત વર્ષે જ નિર્માણ પામેલુ નાળુ એક તરફથી ધરાશાયી થઈ જતા કામની હલકી ગુણવત્તા ઉપર સવાલો સવાલો ઉઠ્યા

admin

વડોદરામાં સાંઈનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત દિવ્યાંગ સમૂહ લગ્નોત્સવમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલના કલાકારો વડોદરાના મહેમાન બન્યા

admin

Leave a Comment