Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા જિલ્લા પંચાયતની કચેરી ખાતે કારોબારીની બેઠક મળી

વડોદરા જિલ્લા પંચાયતની કચેરી ખાતે આજે કારોબારીની બેઠક મળી હતી.જે બેઠકમાં વર્ષ 202425 ના હિસાબોને બહાલી આપવામાં આવી હતી સાથે જ જિલ્લામાં નવી આંગણવાડી અને નવી ગ્રામ પંચાયતો બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

વડોદરા જિલ્લા પંચાયત ખાતે મળેલી કારોબારીમાં ખાસ એજન્ડામાં વર્ષ 2024-25 ના હિસાબોને બહાલી આપી તેમજ નવીન કહી શકાય તેવું કામ અધ્યક્ષ સ્થાને શરૂ કરી રહ્યા છે. જેમાં દર બુધવારે જિલ્લા પંચાયતના ક્લાસ વન અધિકારી જિલ્લાના કોઈ એક ગામ પસંદ કરીને ત્યાં જશે અને ત્યાં જઈને ત્યાં ચાલતા સરકારી કામો, ગ્રામ પંચાયતનું હોય કે આંગણવાડીનું હોય ,દવાખાનાનું હોય કે ગમે તે હોય તેનું સુપરવિઝન કરશે અને લાગતા વળગતા અધિકારીની સાથે કોન્ટેકમાં રહી અને એની ગુણવત્તામાં કેમ કરીને સુધારો કરી અને જિલ્લો આરોગ્ય અને શિક્ષણની સાથે ઘણી બાબતોમાં સરકારના ક્રાઇટ એરિયામાં નંબર વન છે એની સાથે સાથે વધુ ગુણવત્તા સભર કામો થાય અને ગામડાની અંદર વિકાસ થાય એ દિશામાં આગળ કામ કરવામાં આવશે. બીજા એજન્ડામાં જે તે સમિતિઓના ખર્ચની બહાલી આપવામાં હતી અને સાથે સાથે નવા અગત્યના કામમાં જિલ્લાની 166 આંગણવાડી નવી બનવાની છે છેલ્લા બે વર્ષમાં અને ગ્રામ પંચાયત 143 બનવાની છે. આખા જિલ્લામાં કુલ 536 ગ્રામ પંચાયતોની સામે જિલ્લામાં કુલ 143 પંચાયતો નવી બનશે. બે વર્ષમાં 499 આંગણવાડી માંથી 166 નવી બનવાની છે. જિલ્લાની 99 શાળાઓ હતી. જે છેલ્લા 10 વર્ષ માં તકલીફમાં હતી. એ તમામ શાળાઓ નવી કરવામાં આવશે. એટલે જિલ્લો સાચા અર્થમાં કેમ કરતા પ્રગતિના પંથે વધુ આગળ જાય એ બાબતે આજની કારોબારી સમિતિમાં ચર્ચા કરવામાં આવી હતી. જ્યારે 1509 કરોડની આવકની સામે 972 કરોડ વર્ષ 24-25માં સમગ્ર જિલ્લામાં ખર્ચ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

Related posts

વિદેશ ટૂર ટ્રાવેલિંગ એજન્સીના નામે વિદેશી ટુર પેકેજ બુક કરાવવાના બહાને છેતરપિંડી કરનાર માસ્ટર માઈન્ડ ઝડપાયો

admin

વડોદરા શહેરના ખોડીયાર નગર–દરજીપુરા મુખ્ય માર્ગ પર ટેન્કર અને ટેમ્પો વચ્ચે અકસ્માત

admin

નવલખી મેદાન સામે કલાભવન ગ્રાઉન્ડ ખાતે ઇન્ડીયન માર્કેટ” ખાતે દુકાનનું ૨૦,૨૧માં ગોંધી રાખી બાળ મજુરી કરતા બાળકોને દુકાન માલીક પાસેથી મુક્ત કરાવતી વડોદરા શહેર A.H.T.U. ટીમ

admin

Leave a Comment