Genius Daily News
ગુજરાતવડોદરાવડોદરા જિલ્લો

ગૌમાસવાળા સમોસા વેચનારને લારી બંધ કરવા પાલિકાની કલોઝરની નોટીસ

શહેરના પાણીગેટ દરવાજા પાસે ન્યુ હુસેની સમોસા સેન્ટરના સંચાલક દ્વારા ગૌમાસવાળા સમોસા વેચવા બદલ તેના વિરુદ્ધ ફોજદારી ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ત્યારે આજે પાલિકા તંત્રએ અહીંના સંચાલકને ક્લોઝરની નોટીસ ફટકારી દુકાન બંધ કરવાની તાકીદ કરી છે.
શહેરના પાણીગેટ વિસ્તારમાં ભદ્ર કચેરી રોડ પાસે ન્યુ હુસેની સમોસા સેન્ટરના નામે ઇસમે ગૌમાસવાળા સમોસા ગ્રાહકોને વેચી હિન્દુ તથા મુસ્લિમ બંને કોમના લોકોની લાગણી દુભાય તે પ્રકારનું કૃત્ય કર્યું હતું. જે અંગેની ફરિયાદ પાલિકાને મળતા પોલીસને સાથે રાખી અહીં દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાં લીધેલા નમૂનામાં ગૌમાસના સેમ્પલ હોવાનું પણ જણાઈ આવ્યું હતું. જેથી લારી સંચાલક વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે આજે પાલિકા તંત્રએ ન્યુ હુસેની સમોસા સેન્ટરના સંચાલકને લારી નહીં શરૂ કરવા ક્લોઝરની નોટિસ ફટકારી છે અને જો તેમ છતાં તેઓ ધંધો કરશે તો ફોજદારી રહે તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવાયું છે.

Related posts

ખેલ મહાકુંભ અંતર્ગત 3.0 અંતર્ગત માંજલપુર સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે એથેલીટ્સ સ્પર્ધા યોજાઈ

admin

શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લી. અને શ્રી છત્રપતિ શિવાજી રાજે વિચાર મંચ દ્વારા પસ્તીદાનથી વિધ્યાજ્ઞાનના મહાયજ્ઞ ની શરૂઆત

admin

વડોદરાના સુભાનપુરા ખાતે બે દિવસીય અયૈપા પૂજાનો કાર્યક્રમ સાથે જ વરઘોડાનું આયોજન કરવામાં આવ્યું

admin

Leave a Comment