40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
ડેસરવડોદરા જિલ્લો

કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયના કમ્પાઉન્ડમાં મહિલા સિક્યુરિટી ગાર્ડની હ-ત્યા

ડેસર તાલુકાના રાજુપુરા ખાતે આવેલ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયનાં કમ્પાઉન્ડમાં. મહીલા સિક્યુરિટી ગાર્ડ અને પુરુષ સિક્યુરિટી ગાર્ડ વચ્ચે બોલાચાલી થતા. પુરુષ સિક્યુરિટી ગાર્ડએ મહિલા સિક્યુરિટી ગાર્ડ ને આવેશ માં આવી જઈ કોદાળી નાં ઘા મારી મોતને ઘાટ ઉતારી નાસી છૂટ્યો હતો.
બનાવની જાણ ગામમાં થતા ગ્રામજનોના ટોળેટોળા ઉમટી પડ્યા હતાં. આ બનાવથી ગામમાં શોક નો માહોલ જોવા મળ્યો હતો.
વધુમાં જાણવા મળતી માહિતી મુજબ કસ્તુરબા ગાંધી વિદ્યાલય માં સિક્યુરિટી ગાર્ડમાં ફરજ બજાવતો રાજુપુરા ગામનો યુવાન રંગીતભાઈ ભેમાભાઈ રાવળ અને રેખાબેન વચ્ચે ગત રાત્રે 8વાગ્યાના સુમારે કોઈ કારણોસર બોલાચાલી થઈ હતી. રંગીતભાઈ આવેશમાં આવી જઈ પોતાના હાથમાં કોદાળી લઈ રેખાબેનના માથાનાં ભાગે ઉપરા છાપરી કોદાળીનાં ઘા મારી મોતને ઘાટ ઉતારી નાસી છૂટ્યો હતો. આ બનાવની ફરિયાદ ડેસર પોલીસ મથકે નોંધી લાશ નો કબ્જો મેળવી ડેસર નાં સરકારી દવાખાને પી એમ કરાવી આરોપીની ધરપકડનાં ચક્રો ગતિમાન કર્યા છે.

Related posts

વડોદરા નો ૧૧ વર્ષીય વ્રજ ચોકસીએ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું….

admin

વિસાવદરમાં રમઝાન ઈદની ઉજવણી, માનવ સેવા સમિતિ અને રોટરી કોમ્યુનિટી કોર્પ્સનો સંયુક્ત ઉપક્રમ

admin

આમ આદમી પાર્ટીના કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં લોકોએ પાર્ટીનો ખેસ ધારણ કરી પાર્ટીમાં જોડાયા

admin

Leave a Comment