મસ્જિદોમાં મુસ્લિમ દ્વારા આખી રાત ઇબાદત કરી પોતાના ગુનાહો માફ કરવા દુવા ગુજારવામાં આવી હતી. અને અલવિદા એ માહે રમજાન અલવિદા એ માહે રમઝાન પઢવામાં આવ્યું હતું.
મુસ્લિમ બિરાદરો ના રમજાન માસ દરમિયાન 27 માં મુસ્લિમ ચાંદ સબે એ કદ્વ મુબારક અને બરકતો વાલી રાતના પ્રસંગે ડભોઇ જુમ્મા મસ્જિદ સહિત વિવિધ મસ્જિદોમાં ઈબાદત આખી રાત કરવામાં આવી આ રાત્રિના સમયે અલ્લાહ નેક દુઆઓ કબુલ કરે છે પરેશાની ઓ દૂર કરે છે એકબીજાને માફી માંગવામાં આવે છે. આખી રાત નમાજ પઢિયા બાદ અલવિદા એ માહે રમજાન અલવિદા પઢવામાં આવી હતી ત્યારે સમગ્ર મુસ્લિમ સમાજમાં આંખ માથી આંસુ વહી ગયા હતા રમજાન માસ બરકતો વાલા બે ત્રણ દિવસમાં વિદાય થઈ રહ્યા છે ત્યારે આ બરકતો વાલી રાતના રોજ પોતાના કરેલા જાને અનજાને ગુનાહ ઓની માફી પણ માંગવામાં આવી હતી આ બરકતી વાલી રાતના રોજ જે પણ ઈસમ સાચા દિલથી માફી માંગે તો ખુદા એને માફ કરવાની રાત હોવાનું કહેવાય છે…

