30.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

મુસ્લિમ ખત્રી બાવીસી જમાત વડોદરા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો

મુસ્લિમ ખત્રી બાવીસી જમાત વડોદરા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મુખ્ય મહેમાન તરીકે પારુલ યુનિવર્સિટીના વાઇસ પ્રેસિડેન્ટ ડોક્ટર પારૂલબેન પટેલ દ્વારા મુસ્લિમ સમાજ શિક્ષણથી વંચિત ન રહે તે માટે શિક્ષણ પ્રાપ્ત કરવા માટે મહત્વની સમજ આપી તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ આપી બિરદાવ્યા હતા.
આજ રોજ મુસ્લીમ ખત્રી બાવીસી જમાત વડોદરા દ્વારા ૧૬ મો વાર્ષિક સન્માન સમારોહ ઇનામ વિતરણ કાર્યક્રમ તથા હઝરત સૈયદના ગૌષપાક ની નિયાઝ નો પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો. યોજાયેલા કાર્યક્રમમાં પારુલ યુનીવર્સીટી ના વાઇસ પ્રેસિડેન્ટ ડો. પારુલબેન પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે મુસ્લિમ સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવા ખાસ દીકરીઓ પર ભાર મૂક્યો હતો અને આજના આધુનિક અને ટેકનોલોજી ની દુનિયામાં શિક્ષણ મહત્વનો ભાગ હોય તેમજ પોતાના ધર્મ વિશે પણ જણાવી સમાજ દ્વારા દર વર્ષે આ મુજબના તેજસ્વી બાળકો માટેના કાર્યક્રમો કરતા રહે જેથી કરી બાળકોમાં શિક્ષણ પ્રત્યે ઉત્સાહી રહે અને તમામ ટોપ ટેન બાળકોને શુભેચ્છા સાથે અભિનંદન પાઠવ્યા હતા.આ કાર્યક્રમમાં મુસ્લીમ ખત્રી બાવીસી જમાત વડોદરા ના આશરે ૧૭૭ વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહાનુભવના હસ્તે ઈનામ આપી સન્માન કરવામાં આવ્યું. આ પ્રોગ્રામ માં વડોદરા ખત્રી સમાજનાં ડોક્ટરો , બીઝનેસમેન, ટીચર્સ તેમજ બીજા ક્ષેત્ર ના અગ્રણીઓ અને આગેવાનો ઉપસ્થીત રહ્યા હતા. સમાજ નો યુવા વર્ગ તથા કમીટી મેમ્બર્સ ફરીદભાઈ ખત્રી ડાવર, ફીરોજભાઈ પૂર્વ RFO , કાદરભાઈ સી એ. રફીકભાઈ ITI, ફરીદભાઈ કંપની, જુબેરભાઈ પેન્ટર તેમજ સમાજના સભ્યો હાજર રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.

Related posts

વડોદરા વોર્ડ નં. 8માં ગટર સમસ્યા મુદ્દે રહીશોનો ઉગ્ર વિરોધ

admin

ડભોઇ કરનાળી આંગણવાડીમાં નમાજ પઢવાની મામલો

admin

વડોદરાના ઈલોરા પાર્ક વિસ્તારમાં શિશુ ગરબા મહોત્સવ-૨૦૨૫ના માં અંબાની આગમન યાત્રા નીકળી

admin

Leave a Comment