Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરા દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે મહારકતદાન શિબિરનું આયોજન

ભારતના પનોતા પુત્ર અને યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસની ઉજવણીના ભાગરૂપે તા. ૧૬મી સપ્ટેમ્બરને મંગળવારનાં રોજ સમગ્ર ગુજરાત રાજ્યના તમામ કર્મચારી અને તેના મંડળો દ્વારા મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. તે અંતર્ગત આ ઉમદા સામાજિક કાર્યમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરા પણ જોડાનાર છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરા સંચાલિત શાળાઓના મુખ્ય શિક્ષકશ્રીઓ, શિક્ષક ભાઈઓ-બહેનો, વહીવટી પાંખ, ચોથા વર્ગના કર્મચારીઓ, એસ.એમ.સીના સભ્યો અને વાલીઓ ખૂબ જ મોટી સંખ્યામાં આ કાર્યમાં પોતાનું યોગદાન આપનાર છે. રક્તદાતાઓએ આ મહારક્તદાન શિબિરમાં ખૂબ જ મોટી સંખ્યામાં રજીસ્ટ્રેશન કરાવેલ છે અને હજી પણ આ ઉમદા કાર્યને બહોળો પ્રતિસાદ સાંપડી રહ્યો છે.
આ કાર્યને બિરદાવતાં ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે શુભેચ્છા સંદેશ આપતાં જણાવ્યું છે કે, શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે પ્રથમ વખત ૨૦૧૪માં વડાપ્રધાન બન્યા ત્યારથી તેઓશ્રીનો જન્મદિવસ “સેવા દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. તેમના ૭૫માં જન્મદિવસ નિમિત્તે ગુજરાત રાજ્યના કર્મચારીઓ તેમજ તેમના મંડળ “નમો કે નામ રક્તદાન” મહારક્તદાન શિબિરમાં જોડાવા જઈ રહ્યા છે તે તમામને શુભેચ્છા પાઠવી અને ભારતીય સેનાના સાહસને બિરદાવતાં “ઓપરેશન સિંદુર”ની સફળતાને યાદ કરી. આ મહારક્તદાન શિબિર કુલ ૩૦૦ કરતાં પણ વધુ જગ્યાએ યોજવા જઈ રહી છે ત્યારે આ આયોજનથી એક લાખ કરતાં પણ વધુ બ્લડ યુનિટ એકત્ર કરવાનો લક્ષ્યાંક સંપૂર્ણત: સિદ્ધ થાય તેવી શુભેચ્છા પાઠવેલ. આ શિબિરમાં સમગ્ર રાજ્યમાંથી એકત્ર થનાર બ્લડ યુનિટ ભૂતકાળમાં બનેલ ૩૦,૦૦૦ બ્લડ યુનિટ એકત્ર કરવાનો વલ્ડ રેકોર્ડ તૂટે અને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસે એટલે કે “સેવા દિવસ”ના નિમિત્તે ૧ લાખ બ્લડ યુનિટનો નવો વિક્રમ સ્થપાય તે માટે પણ શુભેચ્છાઓ પાઠવેલ.”
આ મહારક્તદાન શિબિરમાં એકત્ર થનાર બ્લડ યુનિટ દેશના સૈનિકો, થેલેસેમિયાથી પીડાતા બાળકો, ડાયાલિસિસના દર્દીઓ તેમજ અન્ય ગંભીર બીમારીથી પિડાતા અને જરૂરિયાતમંદ દરેક દર્દી સુધી નિ:શુલ્કપણે પહોચાડવામાં આવશે.
સદર મહારક્તદાન શિબિરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરાના અધ્યક્ષ શ્રી નિષિધભાઈ દેસાઈ, ઉપાધ્યક્ષા શ્રી અંજનાબેન ઠક્કર અને શાસનાધિકારીશ્રી ડૉ. વિપુલભાઈ ભરતીયાના માર્ગદર્શન હેઠળ તથા શિક્ષણ સમિતિ, વડોદરાની તમામ શાળા પરિવારના સહયોગથી આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ પરિવારે ૧૦૦૧ બ્લડ યુનિટ એકત્રિત કરવાનો નિર્ધાર કરેલ છે.
મહારક્તદાનના આ કાર્યક્રમનું આયોજન તારીખ ૧૬/૦૯/૨૦૨૫ને મંગળવારનાં રોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની મુખ્ય કચેરી ખાતે સવારે ૮ વાગ્યાથી કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં પ્રતિષ્ઠિત સંસ્થા રેડક્રોસ પણ સહભાગી થનાર છે. આ રક્તદાન શિબિરમાં વધુમાં વધુ આચાર્યો, શિક્ષકો, વાલીશ્રીઓ તથા શહેરના નગરજનો રક્તદાતા તરીકે જોડાય તે માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આહવાન કરેલ છે.

Related posts

શ્રી જે.જી.માહુરકર, પૂર્વ મહામંત્રી વેસ્ટર્ન રેલ્વે મઝદૂર સંઘ અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ NFIRના સ્મરણાર્થે યોજાયેલ આંતર-વિભાગીય ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલ મેચ અને ઇનામ વિતરણ

admin

વડોદરા શહેરમાં ગુનાખોરી અને લૂખાગીરી કરતા તત્વો સામે પોલીસનું કડક એક્શન ચાલુ

admin

BSNLના નેશનલ જનરલ સેક્રેટરી પદે પ્રથમ વખત ગુજરાતના અશોક પટેલની વરણી

admin

Leave a Comment