41.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

એમ.એસ.યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલમાંથી નશીલા પદાર્થો ઝડપાયા, પોલીસ તપાસ શરૂ

વડોદરા શહેરની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલના એક રૂમમાંથી નશીલા પદાર્થોની મોટી જથ્થાબંધ સામગ્રી મળતાં ખળભળાટ મચી ગયો છે.

સયાજીગંજ પોલીસ સ્ટેશન દ્વારા કરાયેલી રેડ દરમિયાન રૂમમાંથી 25 થી 30 ખાલી દારૂની બોટલો ઝડપાઈ હતી, જ્યારે એક બોટલમાં દારૂ ભરેલો હોવાનું પણ સામે આવ્યું છે. આ સાથે હોસ્ટેલ રૂમમાંથી ખાલી સિગરેટના પેકેટ પણ મળ્યા હોવાનું પોલીસે જણાવ્યું છે.

પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. ઘટનાની જાણ થતાં જ એમ.એસ. યુનિવર્સિટીનું પ્રશાસન પણ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યું હતું અને મામલે આંતરિક તપાસ શરૂ કરવામાં આવી છે.

પોલીસને મળેલી માહિતી મુજબ એમ.એમ. હોલમાં લાંબા સમયથી દારૂ પાર્ટી થતી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. એટલી મોટી માત્રામાં નશીલા પદાર્થો હોસ્ટેલ સુધી કેવી રીતે પહોંચ્યા તે બાબતે અનેક સવાલો ઊભા થયા છે.

આ ઘટનાને પગલે યુનિવર્સિટી પ્રશાસનની ભૂમિકા પર પણ ગંભીર પ્રશ્નચિહ્ન ઉભાં થયા છે. સમગ્ર મામલે સયાજીગંજ પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે.

Related posts

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા વિવિધ પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

admin

વડોદરા મહાનગરપાલિકાના કાઉન્સિલરો સામાજિક સંસ્થાઓ, શહેરના અગ્રણીઓ, તેમજ પાલિકાના પદ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ 23 ઓક્ટોબરે સફાઈ ઝુંબેશ કાર્યક્રમ સ્વછતાહી સેવા યોજાશે

admin

કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં કાર માર્ગ પર ડીવાઈડર પર જઈ ચઢી

admin

Leave a Comment